બાયડ: દૂધ ઉત્પાદક મંડળીની માંગ સાથે મહિલાઓએ દૂધ ઢોળી વિરોધ નોંધાવ્યો

અટલ સમાચાર,બાયડ અરવલ્લી જીલ્લાના બાયડના વારેણા દૂધ મંડળી અને અરજણવાવ શીત કેન્દ્ર વચ્ચે લાંબા સમય થી શીતયુદ્ધ ચાલી રહ્યું છે. વારેણા ગામમાં આંતરિક ડખાને લીધે બે જૂથ પડી ગયા છે. જેમાં એક જૂથની મહિલાઓ દ્વારા સાબરડેરીમાં મહિલા દૂધ ઉત્પાદક મંડળીની માંગ સાથે ચોઈલા ગામે આવેલી આદર્શ ચોઈલા દૂધ મંડળીમાં દૂધ ભરાવવામાં આવતું હતું. વારેણા દૂધ
 
બાયડ: દૂધ ઉત્પાદક મંડળીની માંગ સાથે મહિલાઓએ દૂધ ઢોળી વિરોધ નોંધાવ્યો

અટલ સમાચાર,બાયડ

અરવલ્લી જીલ્લાના બાયડના વારેણા દૂધ મંડળી અને અરજણવાવ શીત કેન્દ્ર વચ્ચે લાંબા સમય થી શીતયુદ્ધ ચાલી રહ્યું છે. વારેણા ગામમાં આંતરિક ડખાને લીધે બે જૂથ પડી ગયા છે. જેમાં એક જૂથની મહિલાઓ દ્વારા સાબરડેરીમાં મહિલા દૂધ ઉત્પાદક મંડળીની માંગ સાથે ચોઈલા ગામે આવેલી આદર્શ ચોઈલા દૂધ મંડળીમાં દૂધ ભરાવવામાં આવતું હતું.

વારેણા દૂધ મંડળીના સંચાલકોએ સાબરડેરી રજુઆત કરી વારેણા દૂધ ઉત્પાદક મંડળીના પશુ ધિરાણ સહીત અન્ય ધિરાણ બાકી હોવાથી સાબરડેરીમાં રજૂઆત કરી હતી. જેથી સાબરડેરીએ આદર્શ ચોઈલા દૂધ મંડળીમાં દૂધ નહીં સ્વીકારવા આદેશ કરતા ૮૦૦ લીટર દૂધ ન સ્વીકારતા મહિલાઓએ અરજણ શીતકેન્દ્રમાં રજૂઆત કરતા કોઈ યોગ્ય ઉકેલ ન આવતા શીતકેન્દ્ર આગળ ૮૦૦ લીટર દૂધ ઢોળી સાબરડેરીના નામે છાજીયા લઈ વિરોધ નોંધાવ્યો હતો.

વારેણા ટીંબા ફળીમાં મહિલા ડેરી વારેણા આપવામાં આવે તો મૂળ દૂધ ઉત્પાદક મંડળી ધી વારેણા બોરટિંબા દુ.ઉ.સ.મ.લી જે અલગ પડતા મહિલા ડેરીના ગ્રાહકો પાસે મૂળ મંડળીમાં જો ઓડિટ કરતા જે બાકી નીકળતા પૈસા મહિલાઓ ભરવા તૈયાર હોવાની સાથે ભાવફેર પણ લેવાનો હોવાથી સાબરડેરીમાં લેખિત રજૂઆત કરી મહિલા ડેરીની માંગ કરી ધી વારેણા બોરટિંબા દુ.ઉ.સ.મ.લી ગેરવહીવટ ચાલતો ગેરવહીવટ ચાલતો હોવાના આક્ષેપ કર્યો હતો. મહિલાઓના દૂધ ઢોળી છાજીયા લઈ આક્રમક વિરોધ નોંધાવ્યો હતો અને ટીંબા ફળીમાં મહિલા ડેરી વારેણા આપવામાં આવેની માંગ પર અડગ હોવાનું જણાવ્યું હતું.