પાલનપુરમાંથી 3.50 લાખના મુદ્દામાલ ઝડપાયોઃ ગાડી ચાલકની ધરપકડ

અટલ સમાચાર, પાલનપુર, (રામજીભાઈ રાયગોર) પાલનપુર પોલીસે હાઈવેપરથી ભારતીય બનાવટનો વિદેશી દારુની 2.50 લાખના મુદ્દામાલ ઝડપ્યો હતો. જેમાં એક આરોપીની અટક કરી પોલીસે ગુનો નોંધ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુર તાલુકા ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેકટર ટી.જે.દેસાઈ અને ટીમ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના કણોદર વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. આ દરમ્યાન બાતમી આધારે પાલનપુરથી અમદાવાદ હાઇવે પર કાણોદર
 
પાલનપુરમાંથી 3.50 લાખના મુદ્દામાલ ઝડપાયોઃ ગાડી ચાલકની ધરપકડ

અટલ સમાચાર, પાલનપુર, (રામજીભાઈ રાયગોર)

પાલનપુર પોલીસે હાઈવેપરથી ભારતીય બનાવટનો વિદેશી દારુની 2.50 લાખના મુદ્દામાલ ઝડપ્યો હતો. જેમાં એક આરોપીની અટક કરી પોલીસે ગુનો નોંધ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુર તાલુકા ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેકટર ટી.જે.દેસાઈ અને ટીમ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના કણોદર વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. આ દરમ્યાન બાતમી આધારે પાલનપુરથી અમદાવાદ હાઇવે પર કાણોદર ઉમરદશી પુલ પાસે નાકાબંધી કરી એક બાતમીવાળી ગાડી હોવાનું જાણ થતાં તેને પકડી પાડી હતી. જેમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારુ બોટલ તથા બિયર ટીન કુલ નંગ-321, મોબાઈલ નંગ-1 તથા ગાડીની કી.રૂ.2,50,000/- એમ કુલ મુદ્દામાલ કિ.રૂ.3,51,700/-નો મુદ્દામાલ કબજે લીધો હતો. તેમજ ગાડી ચાલક અશોકકુમાર મોહનલાલ વિશ્ર્નોઈ રહે,જાગુઆ નગર જોટડા, તા.ચિતલવાણા જિલ્લા,જાલોરવાળાની અટક કરી પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.