આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, વડગામ (જગદીશ શ્રીમાળી)

સતત બે દિવસથી મેઘમહેર બાદ શુક્રવારે બપોર બાદ વરસાદે વિરામ લીધો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અરવલ્લીની ગિરીમાળાઓ ખીલી ઉઠી છે. વડગામના જલોતરામાં આવેલ જંગલોમાં ઝરણાં વહેતા થતા આલ્હાદક નજારો જોવા મળી રહ્યો છે. વરસાદના વિરામ બાદ લોકો મોટી સંખ્યામાં જલોતરામાં આ આલ્હાદક નજારો જોવા ઉમટી રહ્યા છે.

બનાસકાંઠા જીલ્લામાં સાર્વત્રિક મેઘમહેર બાદ ખેડુતોના ચહેરા ઉપર ચમક આવી છે. વડગામના જલોતરામાં પર્વતોમાંથી ઝરણાં વહેતા થતા આલ્હાદક વાતાવરણ સર્જાયુ છે. જેને લઇ પર્યટકોને ભારે ભીડ જોવા મળી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જલોતરાના કરમાવાદ સરોવરમાં પાણી ભરાવાની આશા પંથકના લોકોમાં બંધાઇ છે .

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code