આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)

બહુચરાજીની સરકારી આર્ટસ કોલેજના યજમાન પદે ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્ધારા આજે 19 મી સદીના ઉત્તરાર્ધનું ગુજરાતી અને હિન્દી પ્રવાસ સાહિત્ય વિષયક રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો હતો. જેમાં ગુજરાતની તમામ યુનિવર્સિટીમાંથી 200 થી વધુ તજજ્ઞોએ ભાગ લીધો હતો. જેમાં 80 રિસર્સપેર રજુ કર્યા હતા. પરિસંવાદને પૂર્વ ગુહમંત્રી રજનીભાઇ પટેલના હસ્તે મંગલદીપ પ્રગટાવી ખુલ્લો મુકાયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના બેચરાજી ખાતે યોજાયેલા રાષ્ટ્રીય પરિસંવાદમાં મુખ્ય વક્તા વિવેષક અને એમ એસ યુનિના નિર્વુત પ્રોફેસર ર્ડા. અરુણાબેન બક્ષીએ જણાવ્યું કે, ગુજરાતીઓ વિશ્વપ્રવાસી છે. 150-200 વર્ષે પૂર્વેથી પ્રવાસ કરે છે અને તેની પ્રવાસ સાહિત્યની રચનાઓ થયેલી છે. જેમાં વિશ્વભરની પ્રકૃતિ, સંસ્કૃતિ, સંસ્કાર, વ્યવહાર, આર્થિક વ્યવહાર, રહેણી-કરણી, ઇતિહાસ, પરંપરા સહિતનું નિરૂપણ જોવા મળે છે.

યજમાન કોલેજના પ્રિ.ડો.અલ્પેશ જોશીએ જણાવ્યુ હતુ કે, પ્રવાસ સાહિત્યના માધ્યમથી ઇતિહાસ, સંસ્કાર, સંસ્કૃતિ અને પરંપરાઓ જીવંત રહે છે. પ્રવાસ સાહિત્ય અંગે ખુબ ઓછું લખાયુ છે અને સંશોધન થયુ છે. આ પ્રસંગે ગુજરાત સાહિત્ય અકાદમીના ડો. અજયસિંહ ચૌહાણ, ડો. દિપેન્દ્રસિંહ જાડેજા, ડો.ઉત્પલ પટેલ અને ડો. ગજેન્દ્રએ ચાવીરૂપ સંશોધન કર્યા હતા. આ સાથે બેચરાજી સરપંચ દેવાંગ પંડ્યા, જે.વી. શાહ, પ્રો. બિપીનભાઇ ચૌધરી, પ્રો.નરેન્દ્ર પરમાર વગેરેએ પ્રાસંગિક ઉદ્બબોધન કર્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code