આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

જિલ્લા કલેકટર એચ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ સુચારૂ આયોજન કરી વિવિધ સ્થળોએ આવા શેલ્ટર હોમ્સ (આશ્રયસ્થાનો) ઉભા કરવામાં આવ્યા છે. આ શેલ્ટર હોમમાં શ્રમિકો, પરપ્રાંતીયો માટે ગાદલા, ઓશીકા, ચાદર, ટુવાલ, બ્રશ-ટુથપેસ્ટ, સેનિટાઇઝેશન, સાબુ સહિત સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે રહેવાની વ્યવસ્થા, બે સમયનું ભોજન અને ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણાના બેચરાજી રત્નમણી કોલેજ કેમ્પસ ખાતે ૨૫ આશ્રિતોને શેલ્ટર હોમમાં તમામ પ્રકારની જીવન જીરૂરીયાતની સેવાઓ પુરી પડાઇ રહી છે. આ શેલ્ટર હોમમાં ૧૦ બાળકોને તાલુકા વિકાસ અધિકારી રણજીતસિંહ કટારીયા દ્વારા રમકડાંની કીટ આપવામાં આવી હતી. બાળકોની કીટમાં બેટ, દડો, ઢીંગલી જેવા રમકડાં આપવાથી બાળકોમાં આનંદ જોવા મળી રહ્યો હતો.

તાલુકા વિકાસ અધિકારી રણજીતસિંહ કટારીયાએ જણાવ્યું હતું કે બાળકોને આનંદથી સમય જાય તે માટે તેમને રમકડાં આપવામાં આવેલ છે. શેલ્ટર હોમના ૧૦ બાળકો સાથે આત્મીય લાગણી બંધાઇ છે તેમની રમકડાં, કપડાં સહિત તેમના આનંદ પ્રમોદ માટે ખાસ વ્યવસ્થા કરાઇ છે.બેચરાજીના શેલ્ટર હોમમાં આશ્રીતોને કરીયાણું આપી દેવાયું છે જે લોકો તેમને મનગમતું ભોજન બનાવીને આનંદ લઇ રહ્યા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code