બેચરાજીઃ રોગપ્રતિકારક શક્તિ વધારવા ઘરગથ્થુ આર્યુવેદિક ઉકાળા વિતરણનો પ્રારંભ

અટલ સમાચાર, મહેસાણા
કોરોના સંક્રમણથી બચવા ભારતીય પરંપરાગત ચિકિત્સા પ્રધ્ધતિ અપનાવવામાં આવી રહી છે. આ પ્રધ્ધતિ ખુબ કારગત સાબિત થઇ રહી છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા ઘરગથ્થુ ઉપચારો તથા આર્યુવેદ અને હોમિયોપેથી દવાઓને વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે. બેચરાજી તાલુકા પંચાયત દ્વારા તાલુકાના તમામ ગામોમાં કોરોના સંક્રમિતથી બચવા માટે આર્યુવેદિક ઉકાળા વિતરણ તેમજ દવા વિતરણની પ્રેરણાદાયી શરૂઆત કરી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
જિલ્લાના બેચરાજી તાલુકા પંચાયત દ્વારા તાલુકાના તમામ ગામોને કોરાનાથી સુરક્ષિત કરવા માટે લોકોને આર્યુવેદિક ઉકાળા તેમજ આલ્બ દવાનું વિતરણ શરૂ કરાયું છે. તાલુકા વિકાસ અધિકારી રણજીતસિંહે જણાવ્યું હતું કે, જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીના માર્ગદર્શન હેઠળ બેચરાજી તાલુકાના તમામ ગામોમાં આર્યુવેદિક ઉકાળો તેમજ આર્સેનિક આલ્બ દવાનું વિતરણ શરૂ કરાયું છે.બેચરાજી તાલુકાના પ્રતાપનગર ગામથી તાલુકા વિકાસ અધિકારીએ આર્યુવેદિક ઉકાળા અને આર્સેનિક આલ્બ દવા વિતરણની પ્રેરણાદાયી શરૂઆત કરી હતી.
તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે તાલુકાના તમામ ગામોમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઘરે ઘરે જઇને આર્યુવેદિક ઉકાળા પીવડાવવાની શરૂઆત કરાઇ છે. આ ઉપરાંત તાલુકાના તમામ ગામોમાં આર્સેનિક આલ્બ દવા વિતરણની કામગીરી પણ કરાઇ રહી છે. બેચરાજી તાલુકાના ૫૩ ગામોની અંદાજે ૧ લાખ ૨૫ હજાર વસ્તીને આગામી દશ દિવસમાં તાલુકા પંચાયતની પ્રેરણાથી ગ્રામપંચાયત દ્વારા આર્યુવેદિક ઉકાળા વિતરણ અને આર્સનિક આલ્બ દવાનું વિતરણ પુર્ણ કરવામાં આવનાર છે.