આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)

બેચરાજી પંથકમાં સામાન્ય વરસાદમાં હાઇવે માર્ગ પર ખાડા પડી ગયા હોવાનુ સામે આવ્યુ છે. આ રસ્તાઓ રીપેરીંગ કરવા માટે માર્ગ મકાન વિભાગ દ્વારા મટીરીયલ લાવીને પણ મુકી દેવાયુ છે. પરંતુ તંત્ર દ્વારા ત્રણ દિવસથી આ રોડનું સમારકામ હાથ ધરાયુ ન હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. બહુચરાજી પંથકમાં સામાન્ય વરસાદ થતાં જ બહુચરાજી થી સાપાંવાડા, ચંદ્રોડા, બિલિયા સુધીનો રોડ ધોવાઈ ગયો હોવાનું લોકો જણાવી રહ્યા છે.

માર્ગ મકાન વિભાગ દ્વારા મટીરીયલ લાવીને પણ મુકી દેવાયુ છે. પરંતુ તંત્ર દ્વારા ત્રણ દિવસથી આ રોડનું સમારકામ હાથ ધરાયુ ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

મહેસાણા જીલ્લાના બેચરાજીમાં સામાન્ય વરસાદથી હાઇવે માર્ગો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. રસ્તાઓ પર ખાડા પડી જવાની લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. થોડા દિવસો પહેલા માર્ગ મકાન વિભાગે સાંપાવાડા પાસે રોડ ઉપર પડેલ મોટો ખાડો પૂરવા માલનો ઢગલો કરી દીધો હતો. પરંતુ હજુ સુધી કોઈ પણ અહીં ખાડો પૂરવા આવ્યા ન હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.

drda inside meter add

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બહુચરાજી થી હારીજ તરફ થઈ કચ્છ તરફ જવાનો માર્ગ અને હારિજ થી બહુચરાજી થઈને સૌરાષ્ટ્ર તરફ જવાનો ટુંકો માર્ગ હોવાથી અહી વધુ સંખ્યામાં વાહનચાલકો પસાર થાય છે. ખાડામાં પટકાવાથી વાહનને બચાવવાના ચક્કરમાં વાહન ચાલકો રોંગસાઇડ વાહન હંકારી રહ્યા હોવાનું પણ સામે આવ્યુ છે. જેને લઇ વાહન આમને-સામને ટકરાવાનો ભય સેવાઈ રહ્યો છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code