આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, બેચરાજી(ભુરાજી ઠાકોર)

બેચરાજી તાલુકાના ગામમાં કાર્યરત કુંતામાતા સ્વસહાય જુથને બેસ્ટ સ્વસહાય જુથનો એવોર્ડ આપવામાં આવ્યો છે. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ(નાબાર્ડ), પ્રાદેશિક કચેરી અમદાવાદ દ્વારા તા-૧૨ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ નર્મદા હોલ, સ્વર્ણિમ સંકુલ-૧, સચિવાલય, ગાંધીનગર ખાતે એક દિવસીય સ્ટેટ ક્રેડીટ સેમીનારનું આયોજન કરવામાં આવેલ જેમાં મુખ્ય અતિથી તરીકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ઉપમુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, કૃષિમંત્રી આર.સી.ફળદુ, રાજ્યકૃષિ મંત્રી જયદ્દથસિંહ પરમાર, નાબાર્ડના ઉચ્ચ અધિકારીઓ અને બીજા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના આસજોલ ગામમાં કુંતામાતા સ્વસહાય જુથ કાર્યરત છે. ગાંધીનગર ખાતે યોજાયેલ સ્ટેટ ક્રેડીટ સેમીનારમાં આ જૂથને બેસ્ટ સ્વસહાય જુથનો એવોર્ડ મુખ્યમંત્રીના હસ્તે આપવામાં આવ્યો હતો. નાબાર્ડ પુરસ્કૃત ઇ-શક્તિ પ્રોજેક્ટમાં જિલ્લા વિકાસ અધિકારી મનોજભાઇ દક્ષિણી અને નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ યોજનામાં થયેલ ઉત્કૃષ્ઠ કામગીરી બદલ સમગ્ર ગુજરાત રાજ્યમાંથી મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના આસજોલ ગામમાં કાર્યરત કુંતામાતા સ્વસહાય જુથને બેસ્ટ સ્વસહાય જુથનો એવોર્ડ આપવામાં આવેલ હતો. કુંતામાતા સ્વસહાય જૂથ, આસજોલના લીડર ગીતાબેન પટેલ દ્વારા આ એવોર્ડ સ્વીકારવામાં આવેલ હતો.

25 Sep 2020, 6:54 AM (GMT)

COVID-19 Global Stats

32,643,417 Total Cases
990,778 Death Cases
24,075,031 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code