આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

ગિરીશ જોષી ,મહેસાણા.

છેલ્લા કેટલાંય મહિનાઓથી રાજય સરકારના વિભાગોમાં કામોની અમલવારી બદલાઇ રહી છે.મહેસાણા જીલ્લાના બેચરાજી માતા મંદીરના કેટલાંક વિકાસલક્ષી કામો વારંવાર ટલ્લે ચડાવાઇ રહયા છે. રાજય સરકાર અને સ્થાનિક તંત્ર થતી રેકર્ડ આધારીત  ગતિવિધિથી સામે આવ્યું છે કે,અમલીકરણ એજન્સી બદલવામાં આવી રહી છે.જેના કારણે શ્રધ્ધાળુઓને જરૂરી કામો અટવાઇ પડયા છે.સવાલ એ ઉભો થયો છે  કે,આ કામોને કોની સૂચનાથી ટલ્લે ચડાવાઇ રહયા છે. ?

મહેસાણા નજીકમાં બહુચર માતાજીના મંદીર પરિસરમાં જરૂરી કામો નકકી કરી પથમ કાર્યપાલક ઇજનેર, જીલ્લા પંચાયતને પુર્ણ કરવા જણાવાયું હતુ. આ પછી ૭ થી ૮ બાંધકામ સંબધિત કામો પંચાયત પાસેથી લઇ માર્ગ મકાન વિભાગ મહેસાણાને આપવાનો હુકમ કરવામા આવ્યો હતો.  બંને ઇજનેર કચેરી પાસે કેટલાક મહિનાઓ કામોની ફાઇલ અટવાઇ રહેતાં મામલો ગુંચવાયો હતો. આ તરફ સ્થાનિકો જરૂરી કામો પુરા કરાવવા મથી રહ઼યા ત્યાં  નવી બાબત સામે આવી છે. શનિવારે મળેલી મહેસાણા જીલ્લા સંકલનની બેઠકમાં સામે આવ્યું કે, સરેરાશ ૪ કરોડના કામો હવે માર્ગ મકાન વિભાગને બદલે  યાત્રાધામ વિકાસ બોર્ડ ધ્વારા કરવાનું આયોજન ગોઠવાયું છે.જેના પગલે મહેસાણા માર્ગ મકાન વિભાગે ફાઇલ ઉપર આગળ વધવાનું માંડી દીધુ છે.મહત્વનુ છે કે,વહીવટી મંજુરી મળી ગયાને મહિનાઓ વિતિ ગયા છતાં રાજય સરકારના વિભાગોમાં ફાઇલની તબદિલી કરવામાં કોનો ઇશારો કામ કરી રહયો છે ?

આ રહયા કામો :

– મંદિર સામે પાર્કિંગની વ્યવસ્થા
– પાણી માટે બોરવેલ તથા અન્ય કામો
– લાકડાનો નવિન દરવાજો
– ખીજડીવાળી જગ્યાનો વિકાસ
– બાંધલિયા તળાવ તથા માન સરોવર સુધી પાણીની લાઇન
– બસ સ્ટેન્ડનો રોડ
– બાંધલિયા તળાવના વિકાસનું કામ

રાજકિય કે વહીવટ મુંઝવણ ?

બેચરાજી તાલુકામાં ધારાસભ્ય કોંગ્રેસના છે અને રાજયમાં સરકાર ભાજપની છે. આથી કેટલાંક અંશે આ મામલો રાજકિય હોવાનું માની શકાય છે.તો સામા પક્ષે સરકાર ખુદ કયા વિભાગ પાસે કામ થઇ શકે તેને લઇ વહીવટી મુંઝવણમાં પણ હોઇ શકે છે.જો આવું હોય તો સમજણ સામે સવાલો ઉભા થાય છે.

19 Oct 2020, 9:09 AM (GMT)

COVID-19 Global Stats

40,559,736 Total Cases
1,121,499 Death Cases
30,278,662 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code