બેચરાજી: ONGCની બેદરકારીથી ખેતર બન્યું ઓઇલનું તળાવ, જમીન થઈ બંજર

અટલ સમાચાર, બેચરાજી મહેસાણા ONGC એસેટની બેદરકારીથી ખેડૂતની જમીન ઓઈલના તળાવમાં રૂપાંતર થઈ છે. ઓઇલ છેક ઉંડાણ સુધી પહોંચી જતાં જમીન બંજર બની છે. સમગ્ર મામલે બેચરાજી પંથકના ખેડૂતે જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે. બેચરાજી તાલુકાની રાંતેજ ગ્રામ પંચાયતના પ્રતાપનગરના ખેડૂતે ONGCની બેદરકારી છતી કરી છે. સર્વે નંબર 1749 અને 1752
 
બેચરાજી: ONGCની બેદરકારીથી ખેતર બન્યું ઓઇલનું તળાવ, જમીન થઈ બંજર

અટલ સમાચાર, બેચરાજી

મહેસાણા ONGC એસેટની બેદરકારીથી ખેડૂતની જમીન ઓઈલના તળાવમાં રૂપાંતર થઈ છે. ઓઇલ છેક ઉંડાણ સુધી પહોંચી જતાં જમીન બંજર બની છે. સમગ્ર મામલે બેચરાજી પંથકના ખેડૂતે જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે.

બેચરાજી: ONGCની બેદરકારીથી ખેતર બન્યું ઓઇલનું તળાવ, જમીન થઈ બંજરબેચરાજી તાલુકાની રાંતેજ ગ્રામ પંચાયતના પ્રતાપનગરના ખેડૂતે ONGCની બેદરકારી છતી કરી છે. સર્વે નંબર 1749 અને 1752 માં ONGCની પાઇપલાઇન પસાર થાય છે. જે ફાટી જતાં ખેતરમાં મિની તળાવ બની ગયું છે. ઓઇલ જમીનની અંદર પહોંચી જતાં ખેતીલાયક જમીન બંજર બની ગઇ છે.

ખેડૂત ચંદુભાઈ ગણેશભાઈ પટેલના શબ્દોમાં કહીએ તો, મારી સંમતિ અને પંચનામા વગર જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ઓએનજીસીએ મશીન વડે ખોદકામ કરી દીધું છે. આથી મહેસાણા કલેક્ટર કચેરીએ રજૂઆત કરી તપાસ કરવા અને વળતર અપાવવા માંગ કરી છે.