બેચરાજી પરિક્ષેત્ર વન અધિકારી વિરુદ્ધ ખોટા વાઉચરો ઉધાર્યાની રાવ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લાની બેચરાજી રેન્જ કચેરીમાં ભ્રષ્ટાચાર થયાની રાવ સામે આવી છે. પરિક્ષેત્ર વન અધિકારીએ પોતાના સગાઓના નામે રકમ ઉધારી કટકી કર્યાના આક્ષેપ સાથે ફરિયાદ અપાઇ છે. જેથી વન સરક્ષણ દ્વારા તપાસના આદેશ થયા છે. બેચરાજી પરિક્ષેત્ર વન અધિકારી કે.બી.પટેલે ગત જાન્યુઆરી થી માર્ચ દરમિયાન કેટલોક ખર્ચ ઉધાર્યો હતો. જેમાં લેબર તરીકે પોતાના
 
બેચરાજી પરિક્ષેત્ર વન અધિકારી વિરુદ્ધ ખોટા વાઉચરો ઉધાર્યાની રાવ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લાની બેચરાજી રેન્જ કચેરીમાં ભ્રષ્ટાચાર થયાની રાવ સામે આવી છે. પરિક્ષેત્ર વન અધિકારીએ પોતાના સગાઓના નામે રકમ ઉધારી કટકી કર્યાના આક્ષેપ સાથે ફરિયાદ અપાઇ છે. જેથી વન સરક્ષણ દ્વારા તપાસના આદેશ થયા છે.

બેચરાજી પરિક્ષેત્ર વન અધિકારી કે.બી.પટેલે ગત જાન્યુઆરી થી માર્ચ દરમિયાન કેટલોક ખર્ચ ઉધાર્યો હતો. જેમાં લેબર તરીકે પોતાના સગાવહાલાઓના નામે ખોટા વાઉચરો બનાવ્યા હતા. જેની રકમ આરટીજીએસ દ્વારા બેંક ખાતામાં જમા કરાવી કટકી કરી લીધાની અરજી રેકર્ડ સાથે વન વિભાગને કરવામાં આવી છે.

અરજદારે રજુઆતમાં જણાવ્યા મુજબ વાાઉચરોમાં દર્શાવેલ નામો મહેસાણા રેન્જ કચેરીમાં પણ હોવાથી બંને કચેરીમાં ભષ્ટાચાર કર્યાનો જણાવ્યું છે. આ અંગે  પરિક્ષેત્ર વન અધિકારીએ જણાવ્યું હતું કે મને કોઈ ખ્યાલ નથી્ ઉલ્લેખનીય છે કે જિલ્લા વન અધિકારીની તપાસ બાદ હકીકત સામે આવી શકે છે.