બેચરાજી: સામાન્ય વરસાદથી રસ્તાઓ ધોવાયા, તંત્રની પોલ ખુલી પડી

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર) મહેસાણા જીલ્લામાં બુધવારથી શરૂ થયેલા ભારે વરસાદથી બહુચરાજીમાં રસ્તાઓની હાલત બિસ્માર થઇ ગઇ છે. યાત્રાધામ બહુચરાજી પ્રાથમિક સુવિધાઓ માટે આજે પણ સંઘર્ષ કરી રહ્યુ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ત્યારે, પ્રથમ વરસાદમાં જ બેચરાજીના મંદીર નજીકના રસ્તાઓમાં ખાડા પડી જવાની વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. જેને લઇ વાહનચાલકો અને
 
બેચરાજી: સામાન્ય વરસાદથી રસ્તાઓ ધોવાયા, તંત્રની પોલ ખુલી પડી

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)

મહેસાણા જીલ્લામાં બુધવારથી શરૂ થયેલા ભારે વરસાદથી બહુચરાજીમાં રસ્તાઓની હાલત બિસ્માર થઇ ગઇ છે. યાત્રાધામ બહુચરાજી પ્રાથમિક સુવિધાઓ માટે આજે પણ સંઘર્ષ કરી રહ્યુ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ત્યારે, પ્રથમ વરસાદમાં જ બેચરાજીના મંદીર નજીકના રસ્તાઓમાં ખાડા પડી જવાની વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. જેને લઇ વાહનચાલકો અને સ્થાનિકો તંત્ર ઉપર રોષ ઠાલવી રહ્યા છે.

બેચરાજી: સામાન્ય વરસાદથી રસ્તાઓ ધોવાયા, તંત્રની પોલ ખુલી પડી

મહેસાણા જીલ્લાના બેચરાજીમાં પ્રથમ વરસાદથી જ રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. બેચરાજી યાત્રાધામ ખાતે વર્ષેદહાડે હજારો દર્શનાર્થીઓ આવતા હોય છે. ત્યારે બેચરાજીના મુખ્ય માર્ગો પર ખાડા પડી જવાની અકસ્માતનો ભય વાહનચાલકોમાં ફેલાયો છે. બહુચરાજી થી હારીજ તરફ જતા હાઇવે ઉપર સામાન્ય વરસાદમાં ઠેર ઠેર મોટા ગાબડાં પડી ગયા છે. તેમજ બહુચરાજી થી વિરમગામ હાઇવે પર સામાન્ય વરસાદમાં મોટા મોટા ખાડાઓ પડી જતાં વાહનો ચાલકો માટે જોખમી બન્યા છે.

બેચરાજી: સામાન્ય વરસાદથી રસ્તાઓ ધોવાયા, તંત્રની પોલ ખુલી પડી

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બેચરાજીમાં સામાન્ય વરસાદથી પડેલા મોટા ખાડાઓ વાહનો ચાલકો માટે જોખમી બન્યા છે. તેમજ રાત્રિ દરમિયાન આ હાઇવે ઉપર પડેલા ખાડાઓ મોટો અકસ્માત થવાનો ભય વાહન ચાલકોને સતાવી રહ્યો છે. સામાન્ય વરસાદમાં પડેલા ખાડાઓ અત્યારે પણ આ સ્થતિમાં જોવા મળી રહ્યા છે.