આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)

કોવિડ 19 વાયરસ સંક્રમણને અટકાવવાના ભાગ રૂપે બેચરાજી તાલુકા વિકાસ અધિકારી રણજીતસિંહ કટારીયા દ્વારા અનોખી પહેલ કરાઇ છે. ખેતીમાં દવા છંટકાવના અનોખા મશીન ફાલ્કન દ્વારા તાલુકાના 53 ગામડાઓમાં સોડિયમ હાયપોકલોરાઈટનો ઉપયોગ કરીને ગામડાઓને પાંચ દિવસમાં જીવાણું રહિત બનાવવા માટે અભિયાન હાથ ધર્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકા વિકાસ અધિકારી રણજીતસિંહ કટારીયાએ જણાવ્યું હતું કે, સોશ્યલ મિડીયા દ્વારા ખેતીમાં દવા છંટકાવનું મશીન જોયું હતું. આ મશીન યુ.પી.એલ કંપનીનું છે જેને ફાલ્કન મશીન કહેવામાં આવે છે. તેમણે જણાવ્યું કે આ કંપનીનો સંપર્ક સાધવાનથી તેમણે અમને વિનામૂલ્યે રાષ્ટ્રસેવા માટે બે મશીન કોઇપણ ભાડુ લીધા વગર આપ્યા છે. શહેરો જાહેર સ્થળોને સોડિયમ હાયપોકલોરાઈટનો ઉપયોગ કરીને જીવાણું રહિત બનાવવા માટે નવા નવા પગલાઓ લઇ રહ્યા છે, આ મશીન થકી તાલુકાના ૫૩ ગામડાઓને જીવાણું રહિત બનાવવા માટે અભિયાન હાથ ધરાઇ રહ્યું છે.

બેચરાજી ગામના સરપંચ દેવાંગભાઇ પંડ્યાએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ રોગ 2019 (કોવિડ-19) એ નોવલ કોરોના વાયરસ શ્વાસોચ્છવાસની બીમારી છે કે જે મોટાભાગના કિસ્સાઓમાં શ્વાસના ટીપાઓ, ચેપગ્રસ્ત સાથે સીધા સંપર્કમાં આવવાથી અને ચેપગ્રસ્ત વસ્તુઓ કે સપાટીનો સ્પર્શ કરવાના માધ્યમથી ફેલાય છે. જોકે વાયરસ પર્યાવરણની સપાટી પર જુદા જુદા સમયગાળા સુધી જીવિત રહી શકે છે તેમ છતાં તેને કેમિકલવાળા જીવાણુંનાશકો દ્વારા સરળતાથી નિષ્ક્રિય બનાવી શકાય છે તેમ માટે આ પ્રકારનું મશીન બેચરાજી ગામ માટે આશિર્વાદ રૂપ બન્યું છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code