બેચરાજી: વિદ્યાર્થીઓને 3 કિમી ચાલવું પડશે, ધો.6-7 માટેની સંભાવના નહીવત્

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર) બેચરાજી તાલુકાના કોઠારપુરા ગામની શાળામાં ધોરણ 6-7 ના હોવાથી વિદ્યાર્થીઓ ચાલીને બીજા ગામે જઇ રહ્યા છે. ફરજીયાત શિક્ષણ વચ્ચે રોજીંદુ સરેરાશ ત્રણ કિલોમીટર ચાલીને ભણવા જવું પડે છે. આથી, ગામલોકોએ અગાઉ કરેલી રજૂઆત છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર રહે તેમ સામે આવ્યુ છે. રાજયભરમાં અપુરતા વિદ્યાર્થીઓવાળી શાળાઓ મર્જ કરવાની ગતિવિધિ વચ્ચે
 
બેચરાજી: વિદ્યાર્થીઓને 3 કિમી ચાલવું પડશે, ધો.6-7 માટેની સંભાવના નહીવત્

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)

બેચરાજી તાલુકાના કોઠારપુરા ગામની શાળામાં ધોરણ 6-7 ના હોવાથી વિદ્યાર્થીઓ ચાલીને બીજા ગામે જઇ રહ્યા છે. ફરજીયાત શિક્ષણ વચ્ચે રોજીંદુ સરેરાશ ત્રણ કિલોમીટર ચાલીને ભણવા જવું પડે છે. આથી, ગામલોકોએ અગાઉ કરેલી રજૂઆત છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર રહે તેમ સામે આવ્યુ છે. રાજયભરમાં અપુરતા વિદ્યાર્થીઓવાળી શાળાઓ મર્જ કરવાની ગતિવિધિ વચ્ચે કોઠારપુરા માટે રાહતના સમાચાર દૂર-દૂર સુધી નથી. એટલે કે, શાળામાં ધો.6-7 શરૂ થવા નહીવત્ છે.

મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના કોઠારપુરા ગામની શાળામાં ધોરણ-પ સુધી અભ્યાસ થાય છે. આથી ગામના વિદ્યાર્થીઓ ધો.6 થી નજીકના ફિંચડી ગામે ત્રણ કિલોમીટર ચાલીને અભ્યાસ કરવા જાય છે. આથી ગામલોકોએ શાળામાં ધોરણ 6 અને 7 શરૂ કરવા રજૂઆત કરેલી છે. જોકે, કોઠારપુરાના વિદ્યાર્થીઓ માટે હજુ પણ મુશ્કેલી યથાવત હોવાનું સામે આવ્યુ છે. કોઠારપુરા ધો 6-7 શરૂ થવાની નહીવત્ સંભાવના વચ્ચે જીલ્લાની વધુ શાળાઓના બાળકોને ચાલીને ભણવા જવાની પરિસ્થિતિ આવી શકે છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, શિક્ષણ વિભાગ દ્વારા અપુરતી સંખ્યા ધરાવતા ધોરણને અન્ય શાળામાં મર્જ કરવાની સુચના મળી છે. આથી, જીલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા બેચરાજી સહિતના ૧૦ તાલુકામાં અપુરતી સંખ્યા ધરાવતા ધોરણવાળી શાળાઓ શોધવામાં આવી રહી છે. આથી કોઠારપુરામાં ઘોરણ 6-7 શરૂ થવાની સંભાવના નહીવત્ હોવાનું માનવામાં આવી રહી છે.