Bechraji Taluka 001
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)

બેચરાજી તાલુકા પંચાયત કમ્પાઉન્ડમાં કપિરાજના મોત મામલે વહિવટી નિષ્ફળતાનો ઘટસ્ફોટ થયો છે. તાલુકા વિકાસ અધિકારી કપિરાજના મોત મામલે વનવિભાગને સાઈડલાઈન કર્યાનું ધ્યાને આવતાં દોડધામ મચી ગઈ છે. બેચરાજી રેન્જ ઓફીસને જાણ થતાં તાત્કાલિક અસરથી કપિરાજના મૃતદેહનું મોસ્ટમોર્ટમ કરવા સહિતની તપાસ શરૂ કરી છે. આ તરફ તાલુકા પંચાયતે કપિરાજના મોત મામલે જાણ નહી કરતા જિલ્લા જંગલ આલમમાં હડકંપ મચી ગયો છે. સમગ્ર મામલે ટીડીઓની સમજણ અને જવાબદારીને લઈ આશંકા ઉભી થઈ છે.

મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકા પંચાયત કચેરીમાં કપિરાજના મોતની દુર્ઘટનાથી વહિવટી બાબતો શંકાના ઘેરાવમાં આવી છે. તાલુકા વિકાસ અધિકારીએ કપિરાજના મોત સામે નજર અંદાજ કર્યાનું વનવિભાગને ધ્યાને આવતા યુધ્ધના ધોરણે તપાસ શરૂ કરવામાં આવી છે. બેચરાજી ફોરેસ્ટ રેન્જ કચેરીને કપિરાજના મોતની જાણ થતાં પોસ્ટમોર્ટમ અને મોતના કારણ વિશેની તપાસ શરૂ કરવામાં આવી છે. તાલુકા વિકાસ અધિકારી કપિરાજના મોત સામે વનવિભાગને વિશ્વાસમાં નહી લેતા મોત પાછળના કારણો વધુ શંકાસ્પદ બની ગયા છે. આવી સ્થિતિમાં કપિરાજનું મોત કેવા સંજોગોમાં અને કયા કારણથી થયું તેના માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અત્યંત મહત્વનો બની ગયો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં તાલુકા પંચાયતે કપિરાજના મોત બાદ મોડી સાંજે મૃતદેહનો નિકાલ કરવાનું નક્કી કર્યું હતું. જોકે સરેરાશ 5 વાગ્યાના અરસામાં બેચરાજી વનવિભાગને જાણ થતા ઘટનાસ્થળે પહોંચી કપિરાજના મૃતદેહનો કબજો લેવા ટીમ રવાના કરી છે.

ઉલ્લેખનીય છે કે, કપિરાજના મોત મામલે વનવિભાગને જાણ કરવાનું ટીડીઓને સૂચન કરવામાં આવ્યું હોવાછતાં કોઈ જરૂર ન હોવાનું કહ્યું હતું. જેનાથી તાલુકા પંચાયતના સત્તાધિશો કપિરાજના મોત મામલે અને વહિવટી સમજણ સામે મૂંઝવણભરી સ્થિતિમાં મુકાઈ ગયા છે.

મોત પાછળના કારણની તપાસ થશે

સમગ્ર મામલે બેચરાજી આરએફઓ કે.બી.પટેલે જણાવ્યું હતું કે, અમારા કર્મચારીને કોઈએ ધ્યાન દોર્યા બાદ કપિરાજના મૃતદેહના સ્થળે ટીમ મોકલવામાં આવી છે. પોસ્ટમોર્ટમ સહિતની પ્રક્રિયાને અંતે મોતનું સ્પષ્ટ કારણ સામે આવશે. જોકે, તાલુકા પંચાયતે જાણ કરવી જોઈતી હતી.

30 Sep 2020, 4:45 AM (GMT)

COVID-19 Global Stats

33,978,806 Total Cases
1,014,887 Death Cases
25,237,938 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code