બેચરાજી: હાઇવેથી બસસ્ટેન્ડ સુધીના નવીન રોડને ખુલ્લો મુકાયો
અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર) બેચરાજી ખાતે હાઇવેથી બસ સ્ટેન્ડ સુધીના નવીન માર્ગને આજે જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ પ્રસંગે જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબાર, ધારાસભ્ય ભરતજી ઠાકોર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો મહેસાણા જીલ્લાના બેચરાજીમાં શ્યામાપ્રસાદ મુખર્જી મિશન હેઠળ નવિન માર્ગ તૈયાર કરવામાં
Feb 5, 2020, 18:29 IST

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)
બેચરાજી ખાતે હાઇવેથી બસ સ્ટેન્ડ સુધીના નવીન માર્ગને આજે જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ પ્રસંગે જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબાર, ધારાસભ્ય ભરતજી ઠાકોર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા જીલ્લાના બેચરાજીમાં શ્યામાપ્રસાદ મુખર્જી મિશન હેઠળ નવિન માર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો. કુલ 25,04,300 લાખના ખર્ચે તૈયાર થયેલા માર્ગનું આજે ધારાસભ્ય ભરતજી ઠાકોરના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે મહેસાણા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબાર સહિતના આગેવાનો સાથે સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.