બેચરાજી: લોકડાઉનથી કામદારો અટવાયા, સરપંચે જમવાની વ્યવસ્થા કરી

અટલ સમાચાર,મહેસાણા કોરોના વાયરસને લઇ ગુજરાત લોકડઉન કરવામાં આવ્યુ છે. આ તરફ બેચરાજી નજીકની કંપનીઓમાં કામ કરતા કામદારો મુશ્કેલીમાં મુકાયા છે. કંપનીના કામદારોને બે દિવસથી ભુખ્યા સુવાનો વારો આવ્યો છે. સ્થાનિક હોટલો બંધ થઇ જતા પંથકમાં રહેતા કામદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે બેચરાજી સરપંચ દેવાંગ પંડ્યાને આ વાત ધ્યાને આવતા તેમને તાત્કાલિક
 
બેચરાજી: લોકડાઉનથી કામદારો અટવાયા, સરપંચે જમવાની વ્યવસ્થા કરી

અટલ સમાચાર,મહેસાણા

કોરોના વાયરસને લઇ ગુજરાત લોકડઉન કરવામાં આવ્યુ છે. આ તરફ બેચરાજી નજીકની કંપનીઓમાં કામ કરતા કામદારો મુશ્કેલીમાં મુકાયા છે. કંપનીના કામદારોને બે દિવસથી ભુખ્યા સુવાનો વારો આવ્યો છે. સ્થાનિક હોટલો બંધ થઇ જતા પંથકમાં રહેતા કામદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે બેચરાજી સરપંચ દેવાંગ પંડ્યાને આ વાત ધ્યાને આવતા તેમને તાત્કાલિક અસરથી 100થી વધુ કામદારોને ભોજની વ્યવસ્થા પુરી પાડવામાં આવી હતી.

મહેસાણા જીલ્લાના બેચરાજી નજીક મારૂતિ, હોન્ડા સહિતની કેટલીક કંપનીઓ આવેલી છે. જેમાં કામ કરતા કામદારો આસપાસના ગામડાઓ અને બેચરાજીમાં રહે છે. જોકે કોરોના વાયરસને લઇ હોટલો બંધ રાખવાનો હુકમ થયેલો છે. આ તરફ જે કામદારો દરરોજ હોટલમાંથી જમતા હતા તેમની માટે નવી મુશ્કેલી ઉભી થઇ છે. ગઇકાલે આણંદના ઉમરેઠ ગામના યુવાને બેચરાજી સરપંચ પાસે મદદ માંગી હતી. જેને લઇ સરપંચ દ્રારા તાત્કાલિક અસરથી આ યુવાનો માટે જમવાની વ્યવસ્થા ઉભી કરવમાં આવી હતી.

સમગ્ર મામલે બેચરાજી સરપંચ દેવાંગ પંડ્યાએ જણાવ્યુ હતુ કે, ગઇકાલે મારા ધ્યાને આવતા તાત્કાલિક અસરથી કામદારો માટે જમવાની વ્યવસ્થા ઉભી કરી હતી. જોકે જે અન્ય કામદારો છે જેમણે સ્થાનિકો પાસે ટીફીન બંધાવેલુ છે. આવા લોકોને કોઇ સમસ્યા નથી પરંતુ સ્થાનિક હોટલોમાં જમતા લોકોને સમસ્યા ઉભી થતાં તેમની માટે જમવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.