આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા નજીક બહુચરાજીના 33 વર્ષિય યુવાને પોતાના જન્મદિવસે ૧૧ બાળકીઓને દત્તક લીધી છે. આ બાળકીઓને બે ટંક ખાવાના પણ ફાંફા છે. જયારે સરકાર દ્વારા આપવામાં આવતા શાળાના ગણવેશ સિવાય આ બાળકીઓએ ક્યારેય સારા કપડાં પણ પહેર્યા નથી. અત્યંત ગરીબ પરીવારમાંથી આવતી બાળકીઓને દત્તક લઇ કર્મનું ભાથું સુધારવા યુવાન સરપંચ આગળ આવ્યા છે.

પોતાના જન્મદિવસે આ સરપંચે આ બાળકીઓ દત્તક લઈ તેમના ભણવાની માટેની તમામ ચિંતાઓ દૂર કરી દીધી છે. બહુચરાજીના આ સરપંચ દેવાંગ પંડ્યાએ 11 બાળકીઓને દત્તક લઈ તેમના આજીવન ભણતરના તમામ ખર્ચની જવાબદારી ઉઠાવી છે. આ બાળકીઓ જ્યાં સુધી ભણશે ત્યાં સુધી તેમના ભણવાનો અને કપડાનો તમામ ખર્ચ ઉઠાવશે. આ ઉપરાંત તેમના લગ્નનો ખર્ચ પણ આ સરપંચ ઉઠાવશે.બહુચરાજી ગ્રામ પંચાયતના સરપંચ દેવાંગ પંડ્યાએ ગામમાં યોજાયેલ ભાગવત સપ્તાહ દરમ્યાન ભકિતમય બની આ નિર્ણય કર્યો હોવાનું સામે આવ્યું છે. જેથી જન્મદિવસે મોટી પાર્ટીઓને બદલે કંઇક સામાજીક કાર્ય કરવાના ભાગરૂપે ૧૧ બાળકીઓને દત્તક લેવાનું નકકી કર્યુ હતુ.મોટા પદ પર બેસેલા શોભાના ગાંઠિયા સમાન નેતાઓ માટે નેતાગીરી ફક્ત ખુરશી શોભાવવા માટે કે લોકોમાં રોફ જમાવવા માટે હોતી નથી.
જોવાનું એ રહેશે કે,સરપંચ દત્તક લીધેલી બાળકીઓને ભવિષ્યમાં પોતાનું કરતબ બહાર લાવવા શું કરી શકશે ?

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code