બેચરાજી@ચૈત્રી પુનમ: ઐતિહાસિક મેળાને લઇ તડામાર તૈયારી

અટલ સમાચાર,મહેસાણા મહેસાણા જિલ્લાના બહુચરાજી શક્તિપીઠમાં ભરાતા ચૈત્રીપુનમના મેળા આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે મેળાની સફળતા માટે જિલ્લા વહીવટીતંત્ર, બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતે તૈયારીઓના ડગલાં માંડ્યા છે. ચૈત્રી પૂનમના મેળાનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. મેળામાં લાખોની સંખ્યામાં માતાજીના દર્શનાર્થે આવતા યાત્રિકો અને માઇભક્તો ને કેન્દ્ર સ્થાને રાખી
 
બેચરાજી@ચૈત્રી પુનમ: ઐતિહાસિક મેળાને લઇ તડામાર તૈયારી

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા જિલ્લાના બહુચરાજી શક્તિપીઠમાં ભરાતા ચૈત્રીપુનમના મેળા આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે મેળાની સફળતા માટે જિલ્લા વહીવટીતંત્ર, બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતે તૈયારીઓના ‌ડગલાં માંડ્યા છે. ચૈત્રી પૂનમના મેળાનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. મેળામાં લાખોની સંખ્યામાં માતાજીના દર્શનાર્થે આવતા યાત્રિકો અને માઇભક્તો ને કેન્દ્ર સ્થાને રાખી મેળાના આયોજન કરવામાં આવી રહ્યું છે. મેળામાં આવતા ભાવિભક્તોની શ્રધ્ધા અને આસ્થા અંખડ રહે તે માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં પાણી અને પુરવઠા સમિતિ, આરોગ્ય સમિતિ, સ્વચ્છતા સમિતિ, વીજપ્રવાહ સમિતિ, ખાધ સામગ્રી ચકાસણી સમિતિ, વાહન નિયત્રંણ સમિતિ, રખડતા ઢોર નિયત્રંણ સમિતિ જેવી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે.

બેચરાજીમાં ચૈત્રી મેળા દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને માતાજીના દર્શનાર્થે આવનાર માઇભક્ત શાંતિ પૂર્ણ માહોલમાં દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવે તે પ્રકારે તૈયારીઓમાં તંત્ર લાગી ગયું છે. દાતાઓ અને સ્વેચ્છિક સંસ્થાઓના સહકારથી માતાજીના ધામમાં આવનાર દરેક શ્રદ્ધાળુઓને સગવડ મળી રહે તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ ઘ્વારા દર્શન વ્યવસ્થા જાળવવા, પાણીની વ્યવસ્થા, પગરખાં કેન્દ્ર, વિસામાની વ્યવસ્થા, લાઈટ ડેકોરેશન અને મંદિર શણગાર, સફાઈ વ્યવસ્થા, અવાજનું પ્રદૂષણ વ્યવસ્થા, આરોગ્ય સેવા, મંદિર નિયંત્રણ કેન્દ્ર, ભેટ કેન્દ્ર, મેળાનું જીવંત પ્રસારણ, સાંસ્કૃતિક કાર્યક્રમ માટે અને માતાજીના ચાચરચોકમાં મંડપ ડેકોરેશન માટેની તૈયારીઓ આરંભી દીધી છે.