આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,બેચરાજી

ઔધોગિક ક્ષેત્રે વિશ્વના નકશામાં બેચરાજીનું નામ અંકિત થયું છે : નાયબ મુખ્યમંત્રી

 

બેચરાજી ખાતે ઉમિયા માતાજી પથિકાશ્રમ ખાતે બેચરાજી નાગરીક સહકારી બેન્કનો સુવર્ણ જ્યંતિ મહોત્સવ યોજાયો હતો. જેમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીનપટેલના ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આજથી ૫૦ વર્ષ પહેલાં બેન્કનો વિચાર કરવો એ દિર્ધદ્રષ્ટતાઓનું કામ છે.બેચરાજી જેવા પંથકમાં બેન્કની સુવિધાઓ નાગરિક બેન્ક થકી મળી રહી છે.નાયબ મુખ્યમંત્રી નિતીનપટેલે વધુમાં જણાવ્યું હતું કે બેચરાજીનો વિકાસ તીવ્ર ગતિએ આગળ વધી રહ્યો છે.પ્રધાનમંત્રીની દિર્ધદ્રષ્ટીના પગલે આજે બેચરાજીનું નામ વિશ્વના નકશામાં અંકિત થયું છે. આગામી સમયમાં ઔધોગિક નકશામાં બેચરાજીનું નામ મોખરે રહેનાર છે.બેચરાજી નજીક આવેલ સુઝુકી મોટર કંપની વાર્ષિક ૦૫ લાખ ગાડીઓનું ઉત્પાદન કરનાર છે.આ ઉપરાંત હોન્ડા સ્કટુર પ્લાન્ટ થકી સ્કુટરોનું ઉત્પાદન થઇ રહ્યું છે.

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે બેચરાજીમાં પ્રવાસન,ઔધોગિક સહિત તમામ ક્ષેત્રનો વિકાસ થાય તે દિશામાં સરકાર પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ ઉપલ્બધ કરવામાં કટિબધ્ધ બની છે.રાજ્ય સરકારના પ્રયત્નો થકી ખેતીક્ષેત્રે પણ વિકાસ થયો છે. ૧૨ વર્ષ પહેલાં ખેતીનું ઉત્પાદન ૦૯ હજાર કરોડ હતું જે વધીને ૧,૨૫,૦૦૦ કરોડ થયું છે.
કાર્યક્રમમાં સાસંદ જયશ્રીબહેન પટેલે જણાવ્યું હતું કે બેચરાજીનો વિકાસ અવિતર પણે થયો છે. બેચરાજીના વિકાસ માટે સરકાર હમેશાં પ્રયત્નશીલ રહી છે.
કાર્યક્રમમાં બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર,ગોતરકાના આશ્રમના સંત નિજાનંદબાપુ,જિલ્લા રજિસ્ટ્રાર પ્રતિક ઉપાધ્યાય,બેચરાજી નાગરિક સહકારી બેન્કના વિઠ્ઠલભાઇ પટેલ,નાગરિક બેન્કના ટ્રસ્ટીઓ,જિલ્લાના વિવિધ માર્કટ યાર્ડના ચેરમેનઓ,ડિસ્ટ્રીકટ બેન્કના સભ્યઓ અને સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

01 Oct 2020, 10:45 AM (GMT)

COVID-19 Global Stats

34,412,761 Total Cases
1,022,834 Death Cases
25,600,751 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code