આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા 

દવા લેવા ગયેલા માજી પાસે આવેલી અજાણી સ્ત્રી બેભાન કરી લઈ ગઇ હતી

બેચરાજીના હાઇવે માર્ગ પર ગત 24 તારીખે ૭૫ વર્ષના માજી નું અપરણ બાદ લૂંટની ફરિયાદ સામે આવી છે. માજીને બે પુરુષ અને અજાણી સ્ત્રીએ મૂંઢ માર મારી ૯ર હજારના દાગીના લૂંટી લીધા હતા. જેને પગલે પોલીસે ફરિયાદ બાદ તપાસ શરૂ કરી છે.

બેચરાજીના 75 વર્ષના માજી સલુબેન દાનાજી ઠાકોર સારવાર અર્થે દવાખાને ગયા હતા. આ દરમિયાન એક અજાણી સ્ત્રીએ વાતોમાં ભોળવી સુગંધી પદાર્થ સુંઘાડી બેભાન કરી દીધા હતા. આ પછી બે ઇસમોને બોલાવી રિક્ષામાં બેસાડીને આદુંદરા કેનાલ નજીક લઈ જઈ માર માર્યો હતો. આ સાથે ૯૨,૦૦૦ ના સોના ચાંદીના દાગીના પણ લૂંટી લીધા હતા. માજીને અવાવરું જગ્યાએ છોડી ત્રણેય ઇસમો ભાગી ગયા હતા. માજીએ સ્થાનિકોની મદદથી દવાખાને જઇ બેચરાજી પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી.

22 Oct 2020, 4:08 AM (GMT)

COVID-19 Global Stats

41,484,634 Total Cases
1,136,335 Death Cases
30,910,879 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code