બેફામ@બનાસકાંઠા: નેનાવા ચેકપોસ્ટથી 3 લાખના દારૂ સાથે બે ઇસમ ઝબ્બે

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) બનાસકાંઠા જિલ્લામાં દારૂની હેરાફેરી બેફામ બની હોય તેમ વારંવાર લાખોની રકમનો મુદ્દામાલ ઝડપાઇ રહ્યો છે. રાજસ્થાનથી ગુજરાતમાં અલગ-અલગ સ્થળોએ ઠાલવવા બનાસકાંઠા અને સાબરકાંઠા જીલ્લો પ્રવેશદ્વાર બન્યા છે. ધાનેરા પોલીસે મંગળવારે 3 લાખથી વધુ રકમનો દારૂ ઝડપી લેતા ફરી એકવાર ચકચાર મચી ગઇ છે. રાજસ્થાનથી ગુજરાતની હદમાં આવતી ચેકપોસ્ટ પસાર કરી ટ્રક
 
બેફામ@બનાસકાંઠા: નેનાવા ચેકપોસ્ટથી 3 લાખના દારૂ સાથે બે ઇસમ ઝબ્બે

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

બનાસકાંઠા જિલ્લામાં દારૂની હેરાફેરી બેફામ બની હોય તેમ વારંવાર લાખોની રકમનો મુદ્દામાલ ઝડપાઇ રહ્યો છે. રાજસ્થાનથી ગુજરાતમાં અલગ-અલગ સ્થળોએ ઠાલવવા બનાસકાંઠા અને સાબરકાંઠા જીલ્લો પ્રવેશદ્વાર બન્યા છે. ધાનેરા પોલીસે મંગળવારે 3 લાખથી વધુ રકમનો દારૂ ઝડપી લેતા ફરી એકવાર ચકચાર મચી ગઇ છે. રાજસ્થાનથી ગુજરાતની હદમાં આવતી ચેકપોસ્ટ પસાર કરી ટ્રક નેનાવા પાસે બે ઇસમો સાથે ઝડપાઇ ગઇ હતી.

ધાનેરા પોલીસને બાતમી મળતા ટ્રકમાં મોટા લોટ સાથે લાખોની રકમનો દારૂ આવતો હોવાનું ધ્યાને આવતા ટીમ બનાવી હતી. બનાસકાંઠાની નેનાવા ચેકપોસ્ટ પરથી ગુજરાતની ટ્રકમાં સિમેન્ટની ઇટો નીચે સંતાડીને દારૂની હેરાફેરી થતી હોવાનું ઝડપાયુ છે. પોલીસે રાજસ્થાનથી ગુજરાત તરફ આવતી ટ્રકની તપાસ કરતા વિદેશી દારૂની મોંઘીદાટ 65 પેટીઓ જોઇ પકડી પાડી હતી. તપાસ દરમ્યાન પોલીસે 3 લાખ 12 હજારનો દારૂ અને પાંચ મોબાઇલ કબ્જે કર્યા હતા.

બેફામ@બનાસકાંઠા: નેનાવા ચેકપોસ્ટથી 3 લાખના દારૂ સાથે બે ઇસમ ઝબ્બે

ટ્રક લઇ આવી રહેલા નારણરામ જાટ ચૌધરી અને લાલારામ જાટ ચૌધરી બંને રહે.બાડમેર(રાજસ્થાન) વિરૂધ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, બંને રાજસ્થાની ઇસમો ગુજરાતમાં કયાં સ્થળે અને કયાં બુટલેગરોને ત્યાં દારૂ ઠાલવવાના હતા તે સૌથી મોટો સવાલ બન્યો છે. ગુજરાતના મોટાગજાના બુટલેગરો કોણ છે તે શોધવુ પોલીસ માટે મહત્વનું કહી શકાય.