આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

સમગ્ર ભારતમાં મોટર વ્હીહલનો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે. જેનાથી વાહનચાલકો ગભરાય છે, જેના ભાગરૂપે લોકો લાયસન્સ આરસીબુક તથા પીયુસી કઢાવવા માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. ડીસા શહેરના રાજ મંદિર ટોકીઝ પાસે આવેલ જે.કે ટાયરમાં પણ પીયુસી કઢાવવા લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી હતી. ત્યારે આજે પીયુસી કઢાવવા આવતા લોકો પાસેથી સંચાલકો દ્વારા 20ના બદલે 50ની લૂંટ ચલાવી રહ્યા હોવાનું સામે આવ્યું  છે.

બનાસકાંઠા જીલ્લાના ડીસામાં પીયુસી કઢાવવા લાંબી લાઇનો લાગી રહી છે. ત્યારે વાહનચાલકો કહી રહ્યા છે કે, સંચાલકો દ્વારા પીયુસી કઢાવવાના 20ના બદલે 50ની લૂંટ ચલાવી રહ્યા છે. એક તરફ લોકો 16.9.2019થી લાગુ થયેલ ટ્રાફિકના નિયમોના કારણે ભારે દંડનો ડર છે. તો જેમની ગાડીઓ કે બાઈક ઓનલાઈન નથી તેવા સેન્ટરો પણ રામ ભરોસે છે. જે લોકોની મજબૂરીનો લાભ લેતા 20 રૂપિયાના બદલે 50 એન.ઓ.સી નીકાળવા મજબુર બન્યા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ડીસા શહેરના રાજમંદિર ટોકીઝ પાસે આવેલ જે કે ટાયરના સંચાલકો દ્વારા ડીસા તથા આસપાસની પ્રજા જોડે ઉઘાડી લૂંટ કરી રહ્યા હોવાની ગંભીર બાબત સામે આવી છે. ત્યારે આ બાબતે આરટીઓ દ્વારા આકસ્મિક તપાસ કરી આવા સંચાલકો સામે કાયદાકીય જોગવાઈ કરે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.

30 Sep 2020, 3:31 AM (GMT)

COVID-19 Global Stats

33,938,039 Total Cases
1,014,304 Death Cases
25,214,551 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code