આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

ડીસામાં ગુરુવારેની રાત્રે અચાનક અજાણ્યા શખ્સોએ આંગડિયા સાથે લુંટ મચાવી હોવાની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. આંખમાં મરચું નાંખી સરેરાશ 5 લાખની રકમ લુંટી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ સ્ટાફ દોડી આવી લુટારુઓ શોધવા સહિતની તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં લૂંટની ઘટનાથી પંથકમાં ચકચાર મચી ગઇ છે. ડીસાના ધારા કુરિયર આંગડિયાના સંચાલક જીગ્નેશ ઠક્કરની આંખમાં અજાણ્યા શખ્સોએ મરચું નાંખી અંદાજે 4થી 5 લાખની લુંટ કરી છે.


લુંટારૂ ઇસમોએ અગાઉથી માહિતી મેળવી ચોક્કસ તૈયારી કરી લુંટ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અંધારાનો લાભ ઉઠાવી 8 વાગ્યા દરમ્યાન આંગણિયા સંચાલકને લુંટી લેતાં અન્ય વેપારીઓમાં ફફડાટ અને ચિંતાનું વાતાવરણ બન્યું છે.

01 Oct 2020, 7:21 AM (GMT)

COVID-19 Global Stats

34,388,926 Total Cases
1,022,238 Death Cases
25,577,822 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code