આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ધાનેરા (અંકુર ત્રિવેદી)

ધાનેરા તાલુકાના ગામ નજીક મોટી સંખ્યામાં પશુઓના મૃતદેહો અને કંકાલ સામે આવ્યા છે. પશુપાલકો સહિતના રાહદારીઓ માર્ગ પર પસાર થતાં ભયંકર બદબૂનો સામનો કરી રહ્યા છે. કોરોના વાયરસથી દુષિત વાતાવરણમાં વધારો થતાં ગ્રામ પંચાયતની ભૂમિકા પરિસ્થિતિ સામે બેફામ હોવાના સવાલો ઉભા થયા છે. લોકડાઉન દરમ્યાન પશુ મૃતદેહો કોણ ફેંકી ગયું કે લાવવામાં આવ્યા તે સવાલ પણ ચોંકાવનારો બની ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના લવારા ગ્રામજનો કોરોના સાથે વધુ એક મુશ્કેલીમાં આવ્યા છે. ગામ પાસેના જાહેર માર્ગની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યાનાં દ્રશ્યો આવ્યા છે. ખુલ્લી જગ્યામાં પશુઓના મોટીસંખ્યામાં કંકાલ પડ્યા છે. જેનાથી રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓ અત્યંત ખરાબ દુર્ગંધનો સામનો કરવા મજબૂર બન્યા છે. દૂધ ડેરીએ જતાં પશુપાલકો નજીકથી પસાર થતાં રીતસર દોડી રહ્યા છે. કોરોના મહામારી વચ્ચે લવારા ગ્રામજનોને દુષિત વાતાવરણ સહન કરી રહ્યા છે. ગ્રામ પંચાયતને સમગ્ર બાબત ધ્યાને આવતાં જગ્યા સ્વચ્છ કરાવા સામે આરોપીઓ શોધવા માનસિકતા બનાવી છે. બે દિવસ વીતી ગયા છતાં પશુઓના કંકાલ દૂર થયા નથી.

સમગ્ર મામલે લવારા ગ્રામ પંચાયત તલાટી પી.જી મકવાણાએ જણાવ્યુ હતુ કે, શનિવારે ધ્યાનમાં આવ્યું હતું. કોણ કેવી રીતે પશુઓના મૃતદેહો ફેંકી ગયું તેની તપાસ કરીશું. જોકે જગ્યા સ્વચ્છ કરવાના સવાલ સામે સોમવારે નિયમોનુસાર કાર્યવાહી કરવા તૈયારી બતાવી હતી. સૌથી મોટી વાત છે કે, પશુઓના મૃતદેહો ગામ નજીક અને પાક્કા રસ્તાની એકદમ બાજુમાં હોવાથી ખેડૂતો અને પશુપાલકો દુર્ગંધ વેઠી રહ્યા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code