બેફામ@નર્મદા: સત્તાધિશોથી કેનાલ ઓવરફ્લો, “ગામ-ખેતર જાણે તળાવ”

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર) સુઇગામ પંથકમાંથી પસાર થતી રડકા માઇનોર કેનાલ નર્મદાના સત્તાધિશોના કારણે ઓવરફ્લો થઇ છે. ભયંકર બેદરકારીને પગલે નર્મદાનું પાણી નજીકના ખેતરમાં અને રહેણાંક મકાન સુધી ફરી વળ્યુ છે. જેના કારણે સમગ્ર વિસ્તાર જાણે મીની બોટમાં ફેરવાઇ ગયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ખેડુતોને ઉભાપાક નષ્ટ થવાની સંભાવના ઉભી થતાં મોટો ધ્રાસ્કો લાગ્યો
 
બેફામ@નર્મદા: સત્તાધિશોથી કેનાલ ઓવરફ્લો, “ગામ-ખેતર જાણે તળાવ”

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

સુઇગામ પંથકમાંથી પસાર થતી રડકા માઇનોર કેનાલ નર્મદાના સત્તાધિશોના કારણે ઓવરફ્લો થઇ છે. ભયંકર બેદરકારીને પગલે નર્મદાનું પાણી નજીકના ખેતરમાં અને રહેણાંક મકાન સુધી ફરી વળ્યુ છે. જેના કારણે સમગ્ર વિસ્તાર જાણે મીની બોટમાં ફેરવાઇ ગયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ખેડુતોને ઉભાપાક નષ્ટ થવાની સંભાવના ઉભી થતાં મોટો ધ્રાસ્કો લાગ્યો છે. આ સાથે રહેણાંક મકાન સુધી પાણી પથરાઇ જતાં ભરશિયાળે ચોમાસાનો માહોલ બન્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ પંથકમાં નર્મદાના અધિકારીઓની ટીમ દ્રારા વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. રડકા માઇનોર-ર કેનાલ ઓવરફ્લો થઇ જતાં પાણી આસપાસમાં ફેલાઇ ગયુ છે. નજીકના ખેતર અને ત્યાં રહેતા ખેતરમજુરોના મકાનો સહિતનો વિસ્તાર જાણે તળાવ હોય તેવું બની ગયુ છે.

બેફામ@નર્મદા: સત્તાધિશોથી કેનાલ ઓવરફ્લો, “ગામ-ખેતર જાણે તળાવ”

સૌથી મોટી વાત છે કે, ખેડુતોના વિસ્તારમાં નર્મદાના સત્તાધિશોએ ગેરકાયદેસર પાણીનો પ્રવેશ આપી ફરજમાં ભયંકર બેદરકારી દાખવી હોવાના આક્ષેપ થયા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ખેડુતોને રહેણાંકમાં અને પાક ઉપર પાણી ફરી વળતાં ભયંકર નુકશાની ઉભી થવાની નોબત બની છે. આ દરમ્યાન વાવ તાલુકાના લાલપુર ગામે ખેડૂત પ્રહલાદજી ગણપતજી ઠાકોરના ઉભા પાકમાં પાણી ફરી વળતા અત્યંત નારાજ બન્યા છે. માઇનોર કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં ઉભા મકાઇ, ઘઉં અને રાયડાના પાકનો વિસ્તાર બેટમાં ફેરવાતા ખેડુતોને ભારે નુકશાન થઇ શકે છે. કેનાલ ઓવરફ્લો થયા બાદનું દ્રશ્યો ઘડીભર શિયાળાને બદલે ચોમાસું હોય તેવું બતાવી રહ્યુ છે.

બેફામ@નર્મદા: સત્તાધિશોથી કેનાલ ઓવરફ્લો, “ગામ-ખેતર જાણે તળાવ”