બેફામ@પાલનપુર: માસ્ક પહેરવાનું કહેતા ઇસમ લોકરક્ષક ઉપર તુટી પડ્યો

અટલ સમાચાર, પાલનપુર કોરોનાને લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે પાલનપુરમાં પોલીસકર્મી ઉપર હુમલાની ઘટના સામે આવી છે. આજે સવારના સમયે ચડોતર બ્રિજ પાસેથી એક યુવક મોઢે માસ્ક બાંધ્યા સિવાય બહાર નિકળ્યા હોઇ તેમને અટકાવ્યા હતા. જોકે પોલીસે આર્મ લોકરક્ષકે તેમને રોકાવતા તેઓએ બાઇક ભગાડી મુક્યુ હતુ. જે બાદ પેટ્રોલપંપ પાસેથી એ યુવકને અટકાવી પુછપરછ કરતા તેને
 
બેફામ@પાલનપુર: માસ્ક પહેરવાનું કહેતા ઇસમ લોકરક્ષક ઉપર તુટી પડ્યો

અટલ સમાચાર, પાલનપુર

કોરોનાને લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે પાલનપુરમાં પોલીસકર્મી ઉપર હુમલાની ઘટના સામે આવી છે. આજે સવારના સમયે ચડોતર બ્રિજ પાસેથી એક યુવક મોઢે માસ્ક બાંધ્યા સિવાય બહાર નિકળ્યા હોઇ તેમને અટકાવ્યા હતા. જોકે પોલીસે આર્મ લોકરક્ષકે તેમને રોકાવતા તેઓએ બાઇક ભગાડી મુક્યુ હતુ. જે બાદ પેટ્રોલપંપ પાસેથી એ યુવકને અટકાવી પુછપરછ કરતા તેને ગુસ્સે ભરાઇ આર્મ લોકરક્ષક ઉપર હુમલો કરી ગડદાપાટુનો માર માર્યો હતો. આ સાથે તેમને છોડાવવા વચ્ચે પડેલ પોલીસ કર્મીઓને પણ માર મારતા આરોપી વિરૂધ્ધ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુર તાલુકાના ચડોતરમાં આજે પોલીસકર્મી પર હુમલાની ઘટના સામે આવી છે. આર્મ લોકરક્ષક મિતેષકુમારે નોંધાવેલી ફરીયાદ મુજબ આજે સવારે તેઓ ફરજ પર હતા. આ દરમ્યાન ચડોતર બ્રિજ નીચેથી એક યુવક મોઢે માસ્ક બાંધ્યા વગર પસાર થતાં તેને રોકવા ઇશારો કર્યો હતો. જોકે તે નહિ રોકાતા મિતેષકુમાર અને જીઆરડી જવાન નરેશભાઇએ બાઇક પર પીછો કરી એલ.કે.પેટ્રોલપંપ પાસેથી તેને ઝડપી પાડ્યો હતો. આ બાદ પુછપરછ દરમ્યાન સમીર સફીકભાઇ માણસીયા નામના યુવકે મિતેષકુમાર ઉપર હુમલો કરી ગડદાપાટુંનો માર માર્યો હતો. જોકે વચ્ચે પડેલા પોલીસકર્મીને પણ સમીરે માર મારતાં ચકચાર મચી ગઇ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઉત્તર ગુજરાતમાં પોલીસકર્મી ઉપર હુમલાની ઘટનાઓ છાશવારે સામે આવી રહી છે. ચડોતરની ઘટનામાં ફરીયાદી મિતેષકુમારે સમીર સફીકભાઇ માણસીયા વિરૂધ્ધ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી છે. જેને લઇ પોલીસે આઇપીસીની કલમ 186, 189, 269, 332, 353, 294(B), 506(2) અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51(B) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.