બેફામ@રાજકોટ: લૉકડાઉનમાં ખાનગી સ્કૂલોએ ફીના ઉઘરાણા શરૂ કર્યાં

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં કોરોનાએ કહેર વર્તયો છે તો બીજી બાજુ ખાનગી સ્કૂલ સંસાચલકોની માનવતા મરી પરીવરી હોય તેવા બનાવો સામે આવ્યા છે. લૉકડાઉન વચ્ચે ખાનગી સ્કૂલો બેફામ બની છે અને વિદ્યાર્થીઓના વાલીઓ પાસે ફીના ઉઘરાણા શરૂ કરી દીધા છે. આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ મોદી સ્કૂલને નોટિસ પાઠવી છે. મોદી સ્કૂલે વાલીઓને ફોન કરીને
 
બેફામ@રાજકોટ: લૉકડાઉનમાં ખાનગી સ્કૂલોએ ફીના ઉઘરાણા શરૂ કર્યાં

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં કોરોનાએ કહેર વર્તયો છે તો બીજી બાજુ ખાનગી સ્કૂલ સંસાચલકોની માનવતા મરી પરીવરી હોય તેવા બનાવો સામે આવ્યા છે. લૉકડાઉન વચ્ચે ખાનગી સ્કૂલો બેફામ બની છે અને વિદ્યાર્થીઓના વાલીઓ પાસે ફીના ઉઘરાણા શરૂ કરી દીધા છે. આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ મોદી સ્કૂલને નોટિસ પાઠવી છે. મોદી સ્કૂલે વાલીઓને ફોન કરીને ફી ભરવાની સૂચના આપી હતી. રાજ્ય સરકારના જાહેરનામા પ્રમાણે હાલ સ્કૂલો ફી ન ઉઘરાવી શકે. એક તરફ ધંધા અને રોજગાર બંધે છે, તેમાં પણ અમુક ગરીબ લોકોને તો ખાવાના પણ ફાંફાં છે ત્યારે સ્કૂલોએ વાલીઓને ફી ભરવા માટે કહેતા સંચાલકો વિરુદ્ધ આક્રોશ ફેલાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના મહામારીના કારણે વેપાર-ધંધા અને નોકરી બંધ છે. અનેક લોકોના પગાર નથી થયા. આવા સમયે સ્કૂલના સંચાલકોએ ફીની ઉઘરાણી કરતા વાલીઓમાં રોષ વ્યાપી ગયો છે. મળતી માહિતી પ્રમાણે શહેરની પ્રસિદ્ધ એસએનકે સ્કૂલ અને મોદી સ્કૂલે ફી ભરવા માટે વિદ્યાર્થીઓના વાલીઓને સૂચના આપી છે. જે બાદમાં આ અંગેની ફરિયાદ જિલ્લા શિક્ષણાધિકારીને કરવામાં આવી છે.

આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી આસ.એસ. ઉપાધ્યાય તરફથી મોદી સ્કૂલને શોકોઝ નોટિસ આપવામાં આવી છે. નોટિસમાં કહેવાયું છે કે લૉકડાઉન દરમિયાન વાલીઓને સ્કૂલે બોલાવી શકાતા નથી. એટલું જ નહીં ત્રણ મહિના સુધી ફી પણ ન લેવાનો સરકાર તરફથી આદેશ કરાયો છે. આ મામલે સ્કૂલ તરફથી યોગ્ય ખુલાસો માંગવામાં આવ્યો છે. નોટિસમાં એવું પણ કહેવાયું છે કે જો સાત દિવસમાં કોઈ સંતોષકારક જવાબ નહીં મળે તો આ અંગે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.