ઉનાળા પહેલા જ પાણીની પારાયણઃકેનાલો કોરી ધાકોર, ખેડૂતોનું કોણ?

અટલ સમાચાર, બેચરાજી ઉનાળાની સિઝન સામે છેડે દેખાઈ રહી છે. ત્યાંજ ખેડૂતોના ખેતરોમાં ઉભેલા ઘઉંના પાકને પાણીની પારાયણ નડી રહી છે. હારીજના બુડા ગામમાંથી કેનાલ પસાર થઈ રહી છે. પરંતુ અહીના ખેડૂતોને પાણી મળતું નથી. પાક ઉતાર સુધી પહોંચી ચુક્યો છે જેને એક પાણીની જરુર છે નહી તો ખેડૂતના મોંઢામાં આવેલ કોળીયો ઝૂંટવાઈ જવાની ભીતિ
 
ઉનાળા પહેલા જ પાણીની પારાયણઃકેનાલો કોરી ધાકોર, ખેડૂતોનું કોણ?

અટલ સમાચાર, બેચરાજી

ઉનાળાની સિઝન સામે છેડે દેખાઈ રહી છે. ત્યાંજ ખેડૂતોના ખેતરોમાં ઉભેલા ઘઉંના પાકને પાણીની પારાયણ નડી રહી છે. હારીજના બુડા ગામમાંથી કેનાલ પસાર થઈ રહી છે. પરંતુ અહીના ખેડૂતોને પાણી મળતું નથી. પાક ઉતાર સુધી પહોંચી ચુક્યો છે જેને એક પાણીની જરુર છે નહી તો ખેડૂતના મોંઢામાં આવેલ કોળીયો ઝૂંટવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. જ્યારે કેનાલ ઓથોરીટીના લાગતા વળગતાઓના અણધડ વહીવટને લઈ પણ પંથકનો ખેડૂત નારાજ જણાઈ રહ્યો છે. સરકાર ચુંટણીમાં વ્યસ્ત હોવાથી ખેડૂતો તરફ ધ્યાન આપી રહ્યા ન હોવાનું ખેડૂતો માની રહ્યા છે.

ઉનાળા પહેલા જ પાણીની પારાયણઃકેનાલો કોરી ધાકોર, ખેડૂતોનું કોણ?
ઘઉંનો પાક સુકાવા લાગ્યો

મળતી માહિતી મુજબ હારીજ તાલુકાના બુડા ગામમાંથી પસાર થતી બુડા માઇનોર કેનાલોમાં પહેલા બુડા ગામના ખેડૂતોએ રાત દિવસ એક કરીને જેમ તેમ કરીને પાણી લાવીને ઘઉંનું અને એરંડાનું વાવેતર કર્યું હતું. બે થી ત્રણ વખત પિયત કરવામાં આવ્યું. પછી એક મહિનાથી બુડા માઇનોર કેનાલમાં પાણી છોડવામાં નહિ આવતા પાકીને તૈયાર થવા આવેલો ઘઉંનો પાક સૂકાવા લાગ્યો છે. જેથી વહેલી તકે પાણી છોડવા બુડા ગામના ખેડૂતોની માંગ કરાઈ રહી છે.

બુડા ગામના ભૂરાજી ધારશીજી ઠાકોરે જણાવ્યું હતુ કે નર્મદાની અરીઠા ડ્રિસ્ટીકમાં પાણી જો વધારે છોડવામાં આવે તો બુડા માઇનોર કેનાલોમાં પાણી પહોંચે પણ અરીઠા ડ્રિસ્ટિકમાં જ પાણી ઓછું છોડવામાં આવે છે. આ ડ્રિસ્ટીક કેનાલો ઉપર અઢળક મશીનો મૂકી ખેડૂતો પિયત કરે છે. તેમજ મોટા-મોટા ટોટા મુકીને ખેડૂતો પાણી ખેંચી પાણીનો વ્યર્થ કરી રહયા છે, તેમછતાં નર્મદાના જવાબદાર અધિકારીઓ કોઈ પગલા લેતા નથી. તેના કારણે પાણી બુડા માઇનોર કેનાલોમાં પહોંચતું નથી. અરીઠા ડ્રિસ્યટીકમાં પાણી આવે ત્યારે ફકત જશોમાવના વાકડા સુધી જ પાણી આવે છે.

આગળ બુડા માઇનોર કેનાલોમાં પાણી આવતું જ નથી. હાલમાં ઘઉંનો પાક ખેતરમાં ઉભો છે. પરંતુ એક પિયયની ખાસ જરૂર છે. જો પાણી નહિ મળે તો ઘઉંના ઉત્પાદન પર માઠી અસર થવાની શકયતા છે. તેમજ વાવણી કરેલા ઘઉં નિષ્ફળ જવાની ભીતી સેવાય રહી છે. નર્મદા વિભાગ દ્વારા વહેલી તકે માઇનોર કેનાલોમાં પાણી છોડવામાં આવે તેવી માગણી છે.