શરૂઆત@બનાસકાંઠા: અખાત્રીજે વાવણીના શ્રીગણેશ, મબલખ ઉત્પાદનની આશ

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર) કોરોના વાયરસને લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે બનાસકાંઠા જીલ્લામાં ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા છે. આજે અખાત્રીજના દિવસે ખેડૂતોએ મબલખ પાક ઉત્પાદનની આશાએ વાવણી કરી છે. જેમાં પરંપરાગત રીતે ખેતરમાં જઇ ટ્રેક્ટર, બળદ, કોદાળી સહિતના ઓજારોને કંકુ-ચાંદલો કરી મુર્હૂત કરવામાં આવે છે. થરાના વતની અને સમી પોલીસમાં ફરજ બજાવતા ખેડૂતે પણ માથે પાઘડી
 
શરૂઆત@બનાસકાંઠા: અખાત્રીજે વાવણીના શ્રીગણેશ, મબલખ ઉત્પાદનની આશ

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

કોરોના વાયરસને લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે બનાસકાંઠા જીલ્લામાં ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા છે. આજે અખાત્રીજના દિવસે ખેડૂતોએ મબલખ પાક ઉત્પાદનની આશાએ વાવણી કરી છે. જેમાં પરંપરાગત રીતે ખેતરમાં જઇ ટ્રેક્ટર, બળદ, કોદાળી સહિતના ઓજારોને કંકુ-ચાંદલો કરી મુર્હૂત કરવામાં આવે છે. થરાના વતની અને સમી પોલીસમાં ફરજ બજાવતા ખેડૂતે પણ માથે પાઘડી બાંધી અને વાવણીના શ્રીગણેશ કર્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

શરૂઆત@બનાસકાંઠા: અખાત્રીજે વાવણીના શ્રીગણેશ, મબલખ ઉત્પાદનની આશ

બનાસકાંઠા જીલ્લામાં આજે અખાત્રીજથી વાવણીના શ્રીગણેશ થયા છે. કોરોના વાયરસના ભય વચ્ચે ખેડૂતોએ પોતાના ખેતરમાં લઇ ટ્રેક્ટર, બળદ, કોદાળી સહિતના ઓજારોને કંકુ-ચાંદલો કરી મુર્હૂત કર્યુ છે. આજે અખાત્રીજના દિવસે ખેડૂતો પોતાના ખેતરમાં જઇને નવેસરથસ ખેતી કરવાના શ્રીગણેશ કરતા હોય છે. ભાભર તાલુકાના મીઠા ગામના બચુજી ભાવાજી ઠાકોરે પોતાના ખેતરમાં શુભ ચોઘડીએ મૂર્હુત કર્યું હતું ત્યારે કંકુના કોદાળી ચાંદલા કરીને મોં મીઠું કરીને શુભ શરૂઆત કરી છે.

શરૂઆત@બનાસકાંઠા: અખાત્રીજે વાવણીના શ્રીગણેશ, મબલખ ઉત્પાદનની આશ

આ તરફ કાંકરેજના થરા ગામના વતની અને સમી ખાતે પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ખોડાજી ચાવડાએ તેમના પાઘડી બાંધી અને ટ્રેકટર ઉપર પોતાના પરિવાર સાથે ખેતરમાં જઈને તેમની માતાએ કંકુ ચાંદલો અને ટ્રેક્ટરને સાથિયો દોરીને પછી દીકરાના ભામણા લઈને ખેતર ખેડવાની શુભ શરૂઆત કરી હતી.