શરૂઆત@મહેસાણા: DDOના માર્ગદર્શન હેઠળ આ ગામમાં 20 પથારીઓનું કોવિડ કેર કાર્યરત

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોના મહામારી વચ્ચે મહેસાણા તાલુકાના ગામે 20 પથારીઓનું કોવિડ કેર કાર્યરત કરવામાં આવ્યુ છે. મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત રાજ્ય સરકારે કોરોના સંક્રમણને અટકાવી શકાય તે માટે ગ્રામ્ય સ્તરે કોવિડ કેર સન્ટરો શરૂ કરવા ખાસ અપીલ કરી હતી. લાંઘણજ ગામે જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીના માર્ગદર્શન હેઠળ 20 પથારીઓનું
 
શરૂઆત@મહેસાણા: DDOના માર્ગદર્શન હેઠળ આ ગામમાં 20 પથારીઓનું કોવિડ કેર કાર્યરત

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે મહેસાણા તાલુકાના ગામે 20 પથારીઓનું કોવિડ કેર કાર્યરત કરવામાં આવ્યુ છે. મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત રાજ્ય સરકારે કોરોના સંક્રમણને અટકાવી શકાય તે માટે ગ્રામ્ય સ્તરે કોવિડ કેર સન્ટરો શરૂ કરવા ખાસ અપીલ કરી હતી. લાંઘણજ ગામે જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીના માર્ગદર્શન હેઠળ 20 પથારીઓનું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે. કોરોનાનો ભાર એકલ દોકલથી ન ભાંગે તે માટે સહિયારો સાથ એક માત્ર ઉપાય છે જે મંત્ર સાથે લાંઘણજ ગામે શરૂ કરાયેલ કોવિડ કેર સેન્ટરમાં પુરૂષ અને સ્ત્રીઓ માટે અલગ બેડ,શૌચાલય,પીવાના પાણીની સહિત મનોરંજનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા તાલુકાના લાંઘણજ ગામે દરરોજ આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ દ્રારા મુલાકાત લેવામાં આવેલ છે. આ સેન્ટરમાં સારવાર મેળવી રહેલ દર્દીઓ સહિત ગામમાં પણ નિયમિત આરોગ્યનું અપડેટ લેવામાં આવે છે. ગામમાં કોવિડ કેર સેન્ટરમાં સારવાર મેળવી રહેલ દર્દીઓને પોષ્ટિક આહાર નિયમિત સ્વરૂપે આપવામાં આવે છે. આ ઉપરાંત દર્દીઓ માટે ખાસ ઉકાળા,લીંબુ શરબત સહિત જ્યુસ પણ આપવામાં આવે છે.લાંઘણજ કોવિડ કેર સેન્ટરમાં સારવાર મેળવી રહેલ દર્દીઓને રોજબરોજ ઓક્સિજન સ્તરની માપણી કરવામાં આવે છે. આ ઉપરાંત ફીવર સહિત દર્દીઓને થતી શારીરીક સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે છે. આ કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ માનસિક રીતે પણ સ્વસ્થ રહે તેનું ખાસ આયોજન કરાયું છે.

શરૂઆત@મહેસાણા: DDOના માર્ગદર્શન હેઠળ આ ગામમાં 20 પથારીઓનું કોવિડ કેર કાર્યરત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કોરોનાકાળ વચ્ચે ગામ કોરોના મુક્ત બને તે દિશામાં ગ્રામજનો કાર્યરત બન્યા છે. ગામમાં તમામ દર્દીઓને મેડીકલ ટ્રીટમેન્ટ અને કીટ આપવામાં આવે છે, હાલમાં કોવિડ કેર સેન્ટરમાં 10 દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીના માર્ગદર્શનથી ગ્રામજનોનું સર્વેલન્સ સહિત ગામમાં સરપંચની આગેવાની હેઠળ ઉપસરપંચ, અગ્રણી, તલાટી, આશાવર્કર, શિક્ષક, આંગણવાડી કાર્યકર સહિતની ખાસ કમીટી બનાવાઇ છે. જે કમીટી દ્વારા ગામમાં ફરજીયાત માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ અને સેનીટાઇઝેશન બાબતે જાગૃત કરવામાં આવે છે. ગામમાં બીનજરૂરી અવર જવર પર પણ ખાસ પાબંધી કરાઇ છે. લાંઘણજ ગામ અને તંત્રના સહિયારા પ્રયાસથી ગામ કોરોના મુક્ત ગામ બનવા તરફ આગળ વધી રહ્યું છે.

શરૂઆત@મહેસાણા: DDOના માર્ગદર્શન હેઠળ આ ગામમાં 20 પથારીઓનું કોવિડ કેર કાર્યરત