શરૂઆત@વડનગર: યુનિવર્સીટીના સત્તાધિશો વિરૂદ્ધ એકલવીર ડૉક્ટરનું પ્રચાર અભિયાન

અટલ સમાચાર ડોટ કોમ,મહેસાણા પાટણ યુનિવર્સિટીના સત્તાધિશો વિરૂદ્ધ એકલવીર ડૉક્ટરનું પ્રચાર અભિયાન સામે આવ્યુ છે. મેડિકલના વિદ્યાર્થીઓને પરિક્ષા બાદ પુન:મૂલ્યાંકનનો અધિકાર અપાવવા ભૂતપૂર્વ વિદ્યાર્થીએ મહેનત આદરી છે. ગઇકાલે વડનગરના શર્મિષ્ઠા તળાવથી જળ લઈ ભ્રષ્ટાચાર મુક્તિ યાત્રા આરંભ્યા બાદ આજે અરવલ્લી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. જેમાં યુનિવર્સિટીના મેડીકલના વિદ્યાર્થીને રીએસેસમેન્ટ તમામ વર્ષથી બદલે માત્ર અંતિમ
 
શરૂઆત@વડનગર: યુનિવર્સીટીના સત્તાધિશો વિરૂદ્ધ એકલવીર ડૉક્ટરનું પ્રચાર અભિયાન

અટલ સમાચાર ડોટ કોમ,મહેસાણા 

પાટણ યુનિવર્સિટીના સત્તાધિશો વિરૂદ્ધ એકલવીર ડૉક્ટરનું પ્રચાર અભિયાન સામે આવ્યુ છે. મેડિકલના વિદ્યાર્થીઓને પરિક્ષા બાદ પુન:મૂલ્યાંકનનો અધિકાર અપાવવા ભૂતપૂર્વ વિદ્યાર્થીએ મહેનત આદરી છે. ગઇકાલે વડનગરના શર્મિષ્ઠા તળાવથી જળ લઈ ભ્રષ્ટાચાર મુક્તિ યાત્રા આરંભ્યા બાદ આજે અરવલ્લી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. જેમાં યુનિવર્સિટીના મેડીકલના વિદ્યાર્થીને રીએસેસમેન્ટ તમામ વર્ષથી બદલે માત્ર અંતિમ વર્ષમાં કરવા સામે દોઢ વર્ષથી ચાલતાં આંદોલનનો ઉલ્લેખ કર્યો છે. આ સાથે કલેક્ટર મારફત વડાપ્રધાનને આવેદન પત્ર મોકલવા રજૂઆત કરાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

શરૂઆત@વડનગર: યુનિવર્સીટીના સત્તાધિશો વિરૂદ્ધ એકલવીર ડૉક્ટરનું પ્રચાર અભિયાન

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સત્તાધિશો વિરૂધ્ધ એક ડૉક્ટરે પાટણ યુનિવર્સિટી ભ્રષ્ટાચાર મુક્તિ યાત્રા શરૂ કરી છે. જેના ભાગરૂપે ગઇકાલે મહેસાણા બાદ આજે અરવલ્લી કલેક્ટરને રજૂઆત કરી છે. જેમાં અલગ-અલગ મુદ્દાઓને લઇ છેક વડાપ્રધાન સમક્ષ વાત મુકવા એક ડૉક્ટરે કટિબધ્ધ બન્યા છે. પાટણ યુનિવર્સિટી ભ્રષ્ટાચાર મુક્તિ યાત્રાનું એલાન કરી ડો.મેહરાજ રાજને રાજકીય સ્ટાઇલમાં યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરી શહેરમાં ફરી પ્રચાર કરી રહ્યાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ સાથે વીડિયોમાં વડનગરની માટી તેઓએ રામમંદીર નિમાર્ણમાં મોકલવાની પણ વાત કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પાટણ યુનિવર્સિટી ભ્રષ્ટાચાર મુક્તિ યાત્રાનું એલાન કરી ડો.મેહરાજ રાજને વડાપ્રધાન મોદીને સંબોધીને કલેક્ટરને આવેદન આપ્યુ છે. આ સાથે કારોબારી સભામાં બહારના ઠરાવ કરવા સામે તપાસને ધ્યાને લઇ કારોબારી સભ્ય સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. આવેદનપત્રમાં યુનિવર્સિટીમાં પ્રવેશથી પરીક્ષા અંગે પારદર્શિતા લાવવા, એમએસસીમાં ઓનલાઇનને બદલે સીટો વધારે પ્રવેશ આપનાર સામે કાર્યવાહી બાબત, જુનીયર કારકુન ભરતીમાં કૌભાંડની આશંકાએ યોગ્ય તપાસ કરવા, ઉત્તરવહી ખરીદીમાં ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો કરી તેની તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે.