file photo
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક

કેટલાક ઘરેલૂ ઉપાયોથી પણ વાળને મજબૂત, શાઈની અને ઘાટ્ટા બનાવી શકાય છે. તમે ઓઈલની જગ્યાએ અહીં જણાવેલી વસ્તુઓને સ્કેલ્પમાં લગાવીને વાળને હેલ્ધી રાખી શકો છો અને વાળ સંબંધી સમસ્યાઓથી પણ બચી શકો છો. અહીં જણાવેલ કોઈપણ 1 ઉપાય તમે સપ્તાહમાં 1-2 વાર અજમાવી શકો છો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

2 ચમચી ડુંગળીના રસમાં 1-1 ચમચી ખાટું દહીં અને લીંબુનો રસ મિક્સ કરીને લગાવો. આનાથી સ્કેલ્પમાં મસાજ કરો. 30 મિનિટ બાદ ધોઈ લો. 2 ચમચી ડુંગળીના રસમાં 1 ઈંડાનો સફેદ ભાગ મિક્સ કરી તેને સ્કેલ્પમાં લગાવી મસાજ કરો. એક કલાક બાદ વાળ ધોઈ લો. 1-1 ચમચી લીમડાના પાનની પેસ્ટ અને દહીં મિક્સ કરી લો. આને રેગ્યુલર વાળ અને સ્કેલ્પમાં લગાવો. રેગ્યુલર 1 ચમચી એલોવેરા જેલને વાળ અને સ્કેલ્પમાં લગાવો. એક કલાક બાદ ધોઈ લો. આનાથી ડેન્ડ્રફ અને હેર ફોલની પ્રોબ્લેમ દૂર થશે. રેગ્યુલર 1 લીંબુના રસમાં 2 ચમચી પાણી મિક્ષ કરીને વાળ અને સ્કેલ્પમાં લગાવી મસાજ કરો. આનાથી હેરનું ઈન્ફેક્શન દૂર કરશે. 2 ચમચી મેથી દાણાને રાતે પાણીમાં પલાળી દો. સવારે તેને પીસીને તેની પેસ્ટમાં દહી મિક્સ કરીને વાળમાં લગાવો અને અડધો કલાક વાળમાં લગાવી હેર વોશ કરી લો.

રેગ્યુલર 2 ચમચી ગાજરનો રસ વાળ અને સ્કેલ્પમાં લગાવો.એક કલાક બાદ ધોઈ લો. આનાથી વાળને પોષણ મળશે અને વાળ હેલ્ધી થશે. સાથે જ વાળનો ગ્રોથ પણ વધશે. સાથે જ વાળ નેચરલી કાળા પણ થશે. 2 ચમચી લસણના રસને વાળના મૂળમાં લગાવો. એક કલાક બાદ ધોઈ લો. આનાથી સ્કેલ્પ પર બ્લડ સર્ક્યુલેશન વધે છે અને વાળ હેલ્ધી બને છે. 2-3 બટાકાને પીસીને રસ કાઢી વાળ અને સ્કેલ્પમાં લગાવો.એક કલાક બાદ ધોઈ લો. 1-1 ચમચી બીટ અને તલના તેલને મિક્સ કરી લો. તેને સ્કેલ્પમાં લગાવી એક કલાક બાદ ધોઈ લો.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code