અટલ સમાચાર,ડેસ્ક
બેંગ્લોરમાં ચાલી રહેલા એરો ઇન્ડિયા શો દરમિયાન ફરી મોટી દુર્ઘટના સર્જાઇ છે. ચાનક પાર્કિંગમાં ઊભેલી ગાડીઓમાં આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો છે. પાર્કિંગની પાસે સૂકા ઘાસમાં આગ લાગવાથી આ ભયંકર ઘટના બની હોવાનુ અનુમાન લોકો લગાવી રહયા છે. જોકે જોતજોતામાં જ પાર્કિંગમાં ઊભેલી આશરે 80 થી 100 ગાડીઓ આગની ઝપેટમાં આવી ગઇ હતી. જો કે હાલમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
બેંગ્લોરમાં ચાલી રહેલા એરો ઇન્ડિયા શોમાં એક સાથે ઘણી બધી કાર સળગી ઊઠી હતી. આકાશમાં ધુમાડાના ગોટાળા જોવા મળ્યા તો લોકોમાં અફરાતફરી મચી ગઇ. જોકે ફાયર વિભાગની ટીમે તરત જ મોર્ચો સંભાળી લેતા અત્યારે હાલ આગ પર કાબુ મેળવી લેવાયો છે.