અબજોપતિ ભાઈઓ વચ્ચે મારપીટ, 13000 હજાર કરોડનુ દેવું ચડી ગયા બાદથી બબાલ ચાલી રહી છે

નબેક્સીના પૂર્વ માલિકો વચ્ચે હવે સંપત્તિનો વિવાદ મારપીટ સુધી પહોંચી ગયો છે. મલવિંદર સિંહે આરોપ લગાવ્યો છે કે એમના નાના ભાઈ શિવિંદર સિંહે એમની સાથે મારપીટ કરી. એમણે ઘાવનાં નિશાન દેખાડતાં નાના ભાઈ પર મારપીટનો આરોપ લગાવ્યો છે. મલવિંદરે કહ્યું કે એમના નાના ભાઈ શિવિંદર સિંહે એમની સાથે અને પરિવારજનો સાથે મારપીટ કરી અને ધમકીઓ પણ આપી. જણાવી દઈએ કે મલવિંદર સિંહ અને શિવિંદર સિંહ વચ્ચે પાછલા કેટલાક વર્ષોથી સંપત્તિને લઈને બબાલ ચાલી રહી છે.
મલવિંદર સિંહ અને શિવિંદર સિંહ 2 વર્ષ પહેલાથી ચર્ચામાં છે, તેમના ઉપર 13000 કરોડનું દેવું ચઢી ગયું હોવાનું માલુમ પડ્યું ત્યારથી આ બબાલ ચાલી રહી છે. આ ત્યારનો મામલો છે જ્યારે એમણે એ સમયની ભારતની સૌથી મોટી દવા કંપની રૈનબેક્સીને જાપાની દાઈચી સેંક્યોને વેચી હતી અને આ ડીલથી તેમની પાસે 9,567 કરોડ રૂપિયા આવી ગયા હતા. આ કંપની તેમને પોતાના પિતા પરવિંદર સિંહ પાસેથી વારસામાં મળી હતી.
રૈનબેક્સીને વેચ્યા બાદ પાછલા 10 વર્ષમાં સિંહ બંધુએ ફોર્ટિસ હેલ્થકેર અને રેલિગેર એન્ટરપ્રાઈઝિઝ જેવી એનબીએફસીથી પણ પોતાનું પ્રભાવી નિયંત્રણ ગુમાવી દીધું. જ્યારે સિંહ બંધુઓ દ્વારા રૈનબેક્સી વેચ્યાના બે વર્ષ બાદ જ અજય અને સ્વાતિ પીરામલે પોતાના ફાર્મા કારોબારને અબૉટ લેબોરેટરીઝને વેચી દીધી હતી અને આનાથી તેમને 18,000 કરોડ રૂપિયા મળ્યા હતા. આજે પીરામલ પરિવારે આ રૂપિયાની ફરીથી રોકાણ કરી 25,000 કરોડની સંપત્તિ બનાવી લીધી છે.
ટ્રેઝેડીનો સિલસિલો સિંહ બંધુઓની સફળતાની ચમકદાર કહાનીમાં ટ્રેઝેડીનો સિલસિલો રૈનબેક્સીને વેચ્યા બાદ શરૂ થયો. રૈનબેક્સી વેચવાથી મળેલી 9500 કરોડની રોકડ રકમમાંથી સિંહ બંધુઓએ 2000 કરોડ રૂપિયા ટેક્સ અને જૂની લોન ચૂકવવામાં ગુમાવી દીધા હતા. બચેલા 7500 કરોડ રૂપિયામાંથી 1750 કરોડ રૂપિયા રેલિગેરમાં લગાવ્યા જેથી કંપનીમાં વધુ પ્રગતિ થઈ શકે. આવી જ રીતે 2230 કરોડ રૂપિયા ફોર્ટિસમાં ગ્રોથ માટે લગાવી દીધા.
સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે 2700 કરોડ રૂપિયા ગુરુ ઢિલ્લનના પરિવારની કંપનીઓને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા. આ ઉપરાંત રેલિગેયર અને ફોર્ટિસમાં મરજી મુજબના વિસ્તરણ માટે પૈસા લગાવવામાં આવ્યા, જેમાં ભારે નુકસાન થયું. સિંહ બંધુ હવે આરોપ લગાવી રહ્યા છે કે આમાં ગોધવાનીએ ભારે મનમાની કરી, પરંતુ ગોધવાની સાથે જોડાયેલ સૂત્રો કહે છે કે સિંહ બંધુઓને દરેક પગલાંની જાણકારી હતી અને તેમણે દરેક જરૂરી દસ્તાવેજો પર હસ્તાક્ષર પણ કર્યા હતા.