File Photo
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

સમગ્ર દેશના રાજકારણમાં છેલ્લા કેટલાય દિવસોથી રાફેલનો ગરમાવો લાવી રહયે છે. તો બીજી તરફ રાફેલ વિવાદની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકર સાથે મુલાકાત કરી. સૂત્રોનો દાવો છે કે આ મુલાકાતમાં રાહુલ ગાંધીએ રાફેલ ડીલનો મુદ્દો ઉઠાવ્યો. તો વળી, ગોવા કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે રાહુલ અંગત પ્રવાસ પર છે અને પારિકરના તબિયતના ખબર-અંતર પૂછવા પહોંચ્યા હતા.

મનોહર પારિકર સાથે મુલાકાતને વ્યક્તિગત મીટિંગ કહેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે, આજે સવારે મેં ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકર સાથે મુલાકાત કરી. મેં તેમના જલદી સ્વસ્થ થવાની કામના કરી. આ એક અંગત મુલાકાત હતી.

એક દિવસ પહેલા જ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે ગોવાના અકે મંત્રીની કથિત વાતચીતવાળી ઓડિયો ટેપ સામે આવ્યા 30 દિવસ બાદ પણ કોઈ ફરિયાદ નોંધવામાં નથી આવી. તેઓએ લખ્યું કે, રાફેલ પર ઓડિયો ટેપ રિલીજ થવાના 30 દિવસ બાદ પણ કોઈ ફરિયાદ નોંધવામાં નથી આવી કે તપાસના આદેશ નથી અપાયા. મંત્રીની વિરુદ્ધ પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code