ભાભર: પી.એમ.ડી આદર્શ વિદ્યાલયમાં તમાકુ નિયંત્રણ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ
અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) ભાભર તાલુકાના ઉજજનવાડા ગામમાં પી.એમ.ડી આદર્શ વિદ્યાલયમાં તમાકુ નિયંત્રણ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓએ તમાકુના સેવનથી લોકોમાં થતા નુકસાન અંગે વ્યકતવ્ય આપ્યુ હતું. વિદ્યાર્થીઓએ વ્યસન મુકત રહેવુ અને સમાજને વ્યસન મુક્ત કરવો એવો સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાંથી
Jul 24, 2019, 17:35 IST

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)
ભાભર તાલુકાના ઉજજનવાડા ગામમાં પી.એમ.ડી આદર્શ વિદ્યાલયમાં તમાકુ નિયંત્રણ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓએ તમાકુના સેવનથી લોકોમાં થતા નુકસાન અંગે વ્યકતવ્ય આપ્યુ હતું. વિદ્યાર્થીઓએ વ્યસન મુકત રહેવુ અને સમાજને વ્યસન મુક્ત કરવો એવો સંકલ્પ લીધો હતો.
આ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાંથી ૧ થી ૩ નંબરને ઈનામ આપવામાં આવ્યું હતું. વડપગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી લાખાભાઈ દેસાઈ, યાસીનભાઈ ઘાંચી, માનવભાઈ ડાભીએ વિદ્યાર્થીઓને તમાકુના વ્યસન થતા નુકસાન તેમજ આરોગ્ય ઉપર થતી ગંભીર અસરો અંગે માહિતી આપી હતી. શાળાના આચાર્ય રાજુભાઈ રાવલ અને વિદ્યાલયના શિક્ષકગણોએ વિદ્યાર્થીઓને સમાજ વ્યસનમુકત બને એ અંગે સમજણ આપી હતી.