અટલ સમાચાર,ભાભર
ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી માર્ગ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના ભાભર પાસે કારચાલકે ઓવરસ્પીડમાં જતાં જાન ગુમાવવી પડી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, ચાલકે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠાં થઇ ગયા હતા.
બનાસકાંઠા જિલ્લાના ભાભર પાસે રોડ ઉપર સફેદ કાર ઓવરસ્પીડમાં જતી હતી. આ દરમ્યાન ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર પલટી ખાઇ ગઇ હતી. કાર પલટી મારી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે કાર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.આ ઉપરાંત કારમાં બેઠેલા અન્ય વ્યક્તિને પણ ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.