ભાભર: માનપુરા પ્રાથમિક શાળામાં બાળકોને તિથિભોજન અપાયું
અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) ભાભર તાલુકાના માનપુરા ગામની પ્રાથમિક શાળામાં ઠાકોર બળવંતજી સરપંચ તરફથી શનિવારે બાળકોને તિથિભોજન આપવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક શાળાના બાળકોને સીરો, દાળ-ભાત, શાક-રોટલીનું ભોજન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે માનપુરા પ્રાથમિક શાળાના આચાર્ય ગ્રુપ ગ્રામપંચાયતના સરપંચનો સૌ ગામ લોકોએ અને શાળાના સ્ટાફ ગણે આભાર માન્યો હતો.
Jul 13, 2019, 17:23 IST

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)
ભાભર તાલુકાના માનપુરા ગામની પ્રાથમિક શાળામાં ઠાકોર બળવંતજી સરપંચ તરફથી શનિવારે બાળકોને તિથિભોજન આપવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક શાળાના બાળકોને સીરો, દાળ-ભાત, શાક-રોટલીનું ભોજન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે માનપુરા પ્રાથમિક શાળાના આચાર્ય ગ્રુપ ગ્રામપંચાયતના સરપંચનો સૌ ગામ લોકોએ અને શાળાના સ્ટાફ ગણે આભાર માન્યો હતો.