રામજી રાયગોર, બનાસકાંઠા
બનાસકાંઠાના ભાભર નજીક રૂણી ગામે મળેલી ડેરીની સભા પાછળથી લોહીયાળ બની હતી. સોમવારે બપોર બાદ ગાડીની ટક્કર મારી બાઈક ચાલકની હત્યા કર્યાનું સામે આવ્યું છે. જ્યારે એક વ્યક્તિને ઇજા પહોંચી છે.
સુઈગામ તાલુકાના કટાવ ગામની ડેરીની સાધારણ સભામાં કોઈ કારણસર બબાલ થઇ હતી. જેથી ઘર્ષણની આડમાં યુવકને પતાવી દીધાની ફરિયાદ ભાભર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ફરિયાદી મુકેશ દાદાભાઇ ચૌધરીએ કટાવ ગામના જ રૂપસિંહ ભારમલ પટેલ વિરુદ્ધ મૃતક યુવાનની હત્યા મામલે ફરિયાદ આપી છે. ્