આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, સુઇગામ(દશરથ ઠાકોર)

ભાભરમાં ચાલતા માનવતા ગ્રુપ દ્રારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. આગામી ઉત્તરાયણ પર્વને લઇ બાળકોની મિઠાઇ આપવા સહિતના કાર્યક્રમો ગ્રુપ દ્રારા યોજાનાર છે. જેને લઇ ભાભરની આનંદધામ ગૌશાળામાં મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મોટી સંખ્યામાં ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકામાં ચાલતા માનવતા ગ્રુપની મીટીંગ મળી હતી. આ ગ્રુપ દ્રારા ભુતકાળમાં જન્મદિવસની ઉજવણીમાં ખોટા ખર્ચા ના કરીને જરૂરીયાતમંદ લોકોને શિયાળામાં ધાબળાં વિતરણ કરવામાં આવેલ છે. આગામી ઉત્તરાયણના પર્વને લઇ આ ગ્રુપના સભ્યો દ્રારા બાળકોને મિઠાઇ વિતરણ કરવામાં આવનાર છે. આ સાથે આજે હિસાબ-કિતાબને લઇને પણ મીટીંગ મળી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, માનવતા ગ્રુપની આ મીટીંગમાં લાખાભાઈ દેસાઈ, ડૉ.કનુજી સોલંકી, ડૉ.જયેશભાઈ ગોકલાણી, શૌલેષભાઈ પ્રજાપતિ, ભાણજીભાઈ પટેલ, પરેશભાઈ ત્રિવેદી, કનુભાઈ ચોહાણ, અશોકભાઈ માળી, અલ્પેશભાઈ જયસ્વાલ, પ્રકાશભાઈ જોષી સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code