ભાભર ખાતે મામલતદાર કચેરીના મીટીંગ હોલનો ખાતમુર્હત કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર,પાલનપુર બનાસકાંઠા જિલ્લામાં ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન રાજયકક્ષાની ઉજવણી કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. તે અંતર્ગત ભાભર ખાતે મામલતદાર કચેરીના મીટીંગ હોલનો ખાતમુર્હત કાર્યક્રમ રાજયના પાણીપુરવઠા મંત્રી પરબતભાઇ પટેલના વરદ હસ્તે યોજાયો હતો. જેમાં પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રી પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજય સરકાર અનેક વિધ વિકાસ કાર્યો
 
ભાભર ખાતે મામલતદાર કચેરીના મીટીંગ હોલનો ખાતમુર્હત કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર,પાલનપુર

બનાસકાંઠા જિલ્લામાં ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન રાજયકક્ષાની ઉજવણી કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. તે અંતર્ગત ભાભર ખાતે મામલતદાર કચેરીના મીટીંગ હોલનો ખાતમુર્હત કાર્યક્રમ રાજયના પાણીપુરવઠા મંત્રી પરબતભાઇ પટેલના વરદ હસ્તે યોજાયો હતો. જેમાં પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મંત્રી પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજય સરકાર અનેક વિધ વિકાસ કાર્યો હાથ ધર્યા છે. દરેક તાલુકા મથકે સરકારી ઇમારતો ઉભી કરી પ્રજાના વિકાસમાં સહભાગી બન્યા છે. પ્રજાની સુખાકારી માટે અનેક યોજના અમલમાં મુકી છે. તેનો પુરેપુરો લાભ પ્રજા લઇ રહી છે. આ વિસ્તારને નર્મદાના નીર ઉપલબ્ધ બનતાં દુષ્કાળ હરહંમેશ માટે ભૂતકાળ બની ગયો છે. દરેક ક્ષેત્રમાં સરકારે વિકાસ કરી ગુજરાત ને વિકાસનું એન્જીન બનાવ્યું છે. ૧૩૨ લાખના ખર્ચે નિર્માણ થનાર મામલતદાર કચેરીના હોલથી મીટીંગની સગવડો ઉપલબ્ધ બનશે અને કચેરીની પ્રજાના વિકાસના કામો ઝડપથી થશે. રાજય સરકારે શિક્ષણ, આરોગ્ય, માર્ગ અને મકાન, પાવાના પાણી, વિજળીક્ષેત્રે અનેક વિકાસનો કામો હાથ ધરી ભાભરને રાજયના વિકાસમાં સહભાગી બન્યો છે. પ્રજાના આરોગ્ય માટે આરોગ્ય લક્ષી અનેક યોજનાઓ અમલમાં મુકી છે. જેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતુ કે,રાજય સરકાર વિકાસનો યજ્ઞ કરી રહી છે. જેમાં આપ સૌ સહભાગી બનો, સરકારે પ્રજાના વિકાસ માટે અનેક વિકાસના કામો હાથ ધર્યા છે. ભાભર તાલુકામાં અનેક નવી સરકારી ઇમારતો ઉભી કરી ભાભરને વિકાસની હરોળમાં નામના મેળવી છે. આ કાર્યક્રમમાં સંગઠનના પીરાભાઇ, કરશનભાઇ, રતનસિંહજી, હીરાભાઇ, નરેશભાઇ અખાણી, મામલતદાર, અધિકારીગણ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.