ભાભર@ક્રિકેટ સટ્ટો: દોઢ લાખના મુદ્દામાલ સાથે 3 ઈસમો ઝડપાયા

અટલ સમાચાર, સુઈગામ પોલીસે સ્થળ પરથી 4 મોબાઈલ, LED ટીવી, રોકડ રકમ સહિત કુલ રૂ. 1.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. લોકસભા ચૂંટણી અને 20-20 મેચ વચ્ચે બનાસકાંઠામાં વાતાવરણ ગરમાયું છે. બંને ક્ષેત્રોમાં સટ્ટાની સિઝન જાણે પૂરબહારમાં ખીલી છે. પોલીસે જિલ્લાના ભાભર શહેરમાં શનિવારે મોડી રાત્રે રેડ કરી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતાં 3 ઈસમોને ઝડપી
 

અટલ સમાચાર, સુઈગામ

પોલીસે સ્થળ પરથી 4 મોબાઈલ, LED ટીવી, રોકડ રકમ સહિત કુલ રૂ. 1.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

લોકસભા ચૂંટણી અને 20-20 મેચ વચ્ચે બનાસકાંઠામાં વાતાવરણ ગરમાયું છે. બંને ક્ષેત્રોમાં સટ્ટાની સિઝન જાણે પૂરબહારમાં ખીલી છે. પોલીસે જિલ્લાના ભાભર શહેરમાં શનિવારે મોડી રાત્રે રેડ કરી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતાં 3 ઈસમોને ઝડપી લીધા હતા. આ સાથે રૂપિયા 1.43 લાખનો મુદ્દામાલ જપ્ત કરતાં પંથકમાં ચકચાર મચી ગઇ છે.

ભાભરમાં તિરૂપતી માર્કેટમાં આવેલ મહાલક્ષ્મી એન્ટરપ્રાઈઝ નામની દૂકાનમાં પોલીસે રેડ કરી હતી. જેમાં પોલીસે ભાભરના રહીશ વિજય ઉર્ફે ગોપાલ મહાસુખલાલ ઠક્કર, અમિત ભોગીલાલ ઠક્કર અને રાહુલ કનૈયાલાલ પંચાલ સહિતના ત્રણેય ઇસમોને ઝડપી લીધા હતા. સ્થળ પરથી 4 મોબાઈલ, 1 LED ટીવી, સેટઅપ બોક્ષ અને રોકડા રૂપિયા 53,430 મળી કુલ રૂપિયા 1,43,530નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.