ભાભર: વાવાઝોડામાં મૃત્યુ પામેલ બાળકના પરિવારને 4 લાખની સહાય

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) ભાભર તાલુકાના ગામના સાત વર્ષીય બાળકનું ગત 7 માર્ચે વાવાઝોડામાં મોત થયુ હતુ. જેને લઇ રાજ્ય સરકારે દ્રારા મુખ્યમંત્રી રાહતફંડમાંથી મૃતક બાળકના પરિવારને ચાર લાખની સહાય આપવામાં આવી છે. જેમાં ગઇકાલે સ્થાનિક ધારાસભ્યએ રૂબરૂ જઇ મૃતકના પિતાને ૪ લાખો ચેક અર્પણ કર્યો હતો. આ સાથે સનેસડાના ઇશ્વરજી ખેમાજી ઠાકોરની ભેંસ
 
ભાભર: વાવાઝોડામાં મૃત્યુ પામેલ બાળકના પરિવારને 4 લાખની સહાય

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

ભાભર તાલુકાના ગામના સાત વર્ષીય બાળકનું ગત 7 માર્ચે વાવાઝોડામાં મોત થયુ હતુ. જેને લઇ રાજ્ય સરકારે દ્રારા મુખ્યમંત્રી રાહતફંડમાંથી મૃતક બાળકના પરિવારને ચાર લાખની સહાય આપવામાં આવી છે. જેમાં ગઇકાલે સ્થાનિક ધારાસભ્યએ રૂબરૂ જઇ મૃતકના પિતાને ૪ લાખો ચેક અર્પણ કર્યો હતો. આ સાથે સનેસડાના ઇશ્વરજી ખેમાજી ઠાકોરની ભેંસ મરી જતાં તેમને રૂ.30 હજારનો ચેક, ચુનાજી જગમાલજી ઠાકોરની ગાય મરી જતાં તેમને પણ ભાભર તા.પં.દ્વારા રૂ.16 હજાર નો ચેક આપવામાં આવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકાના અસાણા ગામના રોહિત લખમણભાઇ ઠાકોર(ઉ.૭)નું વાવઝોડામાં મોત થયુ હતુ. ગત 7 માર્ચે મામાના ગામ સનેસડામાં આવેલ વાવાઝોડામાં મોત બાળકનું મોત નિપજ્યુ હતુ. 7 માર્ચના રોજ સાંજના સમયે આવેલ વિનાશક વાવાઝોડા અને તોફાની વરસાદમાં લોકો પોતાના બચાવમાં ઘરોમાં ઘુસી ગયા હતા. જેમાં ગેમરજીના ઢાળીયાના પતરાં ભારે પવનના કારણે ઉડી જતાં ઘરમાં રહેલા તેમના ભાણેજ રોહિત પર સિમેન્ટની કુંભી પડતાં તે ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો. વાવાઝોડું હળવું થયા બાદ પરિવારજનોએ જોયું તો ભાણેજ પર કુંભી પડતાં તેનું મૃત્યુ થયું હતું. જેની જાણ વહીવટી તંત્રને કરાતા પીએમ પંચનામુ કરવામાં આવ્યુ હતુ.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મૃતક રોહિત ઠાકોરનું મૃત્યુ કુદરતી હોનારતમાં થતાં તેના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ.4 લાખનો ચેક વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના હસ્તે આપવામાં આવ્યો હતો. આ સાથે ભાભર તાલુકા પંચાયતના હિસાબનીશ ભરતભાઇ ત્રિવેદી, પૂર્વ જી.પં.સદસ્ય ભૂરાજી ઠાકોર, બબાજી ઠાકોર સરપંચ, વિરજીજી ઠાકોર ડેલીગેટ તેમજ તલાટીની હાજરીમાં શુક્રવારે મૃતક રોહિતના પિતા લખમણભાઈ ઠાકોરને ચેક આપવામાં આવ્યો હતો. નોંધનિય છે કે, વાવાઝોડામાં જિલ્લામાં લોકોના જાનમાલને મોટું નુકસાન થયું હતું. સનેસડાના ઇશ્વરજી ખેમાજી ઠાકોરની ભેંસ મરી જતાં તેમને રૂ,30 હજારનો ચેક, ચુનાજી જગમાલજી ઠાકોરની ગાય મરી જતાં તેમને પણ ભાભર તા.પં.દ્વારા રૂ.16 હજારનો ચેક આપવામાં આવ્યો હતો.