ભાભરના સમાજસેવી યુવાને ગરીબ પરિવારોને ગરમ વસ્ત્રો આપ્યાં, માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ

ભાભરના સમાજસેવી ભૂરાજી ઠાકોરે વડપગ ગામે ભાગીયા તરીકે ખેતરમાં કામ કરતા બે ગરીબ પરિવારના 11 સભ્યોને શિયાળાની હાડ થીજાવી દેતી ઠંડી સામે રક્ષણ મળે તે માટે સોમવારે રૂબરૂ મળી ગરમ વસ્ત્રો આપી સમાજ સેવાનું કાર્ય કર્યું છે. ગરીબ મોંઘવારીના મારથી પીસાતો હોઈ વધુને વધુ ગરીબ બનતો જાય છે,ત્યારે આવા ગરીબ પરિવારોને સેવાભાવીઓ પ્રત્યક્ષ જોવે અને
 
ભાભરના સમાજસેવી યુવાને ગરીબ પરિવારોને ગરમ વસ્ત્રો આપ્યાં, માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ

ભાભરના સમાજસેવી ભૂરાજી ઠાકોરે વડપગ ગામે ભાગીયા તરીકે ખેતરમાં કામ કરતા બે ગરીબ પરિવારના 11 સભ્યોને શિયાળાની હાડ થીજાવી દેતી ઠંડી સામે રક્ષણ મળે તે માટે સોમવારે રૂબરૂ મળી ગરમ વસ્ત્રો આપી સમાજ સેવાનું કાર્ય કર્યું છે.
ભાભરના સમાજસેવી યુવાને ગરીબ પરિવારોને ગરમ વસ્ત્રો આપ્યાં, માનવસેવાનું ઉત્તમ ઉદાહરણગરીબ મોંઘવારીના મારથી પીસાતો હોઈ વધુને વધુ ગરીબ બનતો જાય છે,ત્યારે આવા ગરીબ પરિવારોને સેવાભાવીઓ પ્રત્યક્ષ જોવે અને હદય દ્રવી ઉઠે ત્યારે ગરીબો પ્રત્યે હમદર્દી બતાવી “હેન્ડ ટુ હેન્ડ”યથાશક્તિ મદદ કરે ત્યારે એ દ્રશ્ય ખરેખર હદયદ્રાવક બની જાય છે. આવા જ એક સમાજ સેવી ભૂરાજી રવજીજી ઠાકોર કે જેઓ ભાભર ખાતે રહે છે અને ખેતી-પશુપાલનનો વ્યવસાય કરે છે. આ સેવાભાવી જ્યાં યોગ્ય લાગે ત્યાં યથાશક્તિ મદદ કરવા પહોંચી જાય છે. જેમણે વડપગ ગામના એક ખેતરમાં વસવાટ કરતા બે ગરીબ પરિવારોની ઝૂંપડી અને પરિસ્થિતિને નજરે નિહાળી.

આવી હાડ થીજવતી શિયાળાની કડકડતી ઠંડી હોવા છતાં બન્ને પરિવારનાના મોટા કે નાના ભૂલકાઓ પાસે ગરમ વસ્ત્રો ન હોઈ તેમણે બે પરિવારના નાના મોટા 11 સભ્યો ને રૂબરૂ જઇ ગરમ વસ્ત્રો આપ્યા પહેરાવ્યા હતા. ઠાકોર સમાજના સંગઠન GKTSમાં ભાભર તાલુકા પ્રમુખ તરીકે હોદ્દો સાંભળતા આ યુવાને અગાઉ ભાભર તાલુકાના અસાણા ગામના પ્રાથમિક શાળાના બાળકોને મધ્યાહન ભોજન માટે 300 ડીશની સેવા કર્મનું કાર્ય કર્યું હતું.  જરૂરિયાતમંદ લોકોને હરહંમેશ મદદ કરતા ભૂરાજી ઠાકોર ભાભર તાલુકામાં  સમાજસેવી તરીકે સારી લોકચાહના ધરાવે છે.