આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)

યાત્રાધામ બહુચરાજીમાં કારતક સુદ અગિયારસ દેવઉઠી અગિયારસ નિમિત્તે પ્રાચીન રામજી મંદીર દ્રારા પરંપરાગત તુલસી વિવાહનું આયોજન કરાયુ હતુ. જેમાં ખૂબ મોટી સંખ્યામાં તીર્થધામવાસીઓ, વેપારીઓ તેમજ ભાવિકભક્તો ઉમંગભેર જોડાઇ તુલસીવિવાહના દર્શન કરી ધન્ય બન્યા હતા.

મહેસાણા જીલ્લાના બેચરાજી સ્થિત જગતજનની બહુચરના સાનિધ્યમાં શુક્રવારે રાત્રે તુલસી વિવાહ અંતર્ગત શાલીગ્રામ ભગવાનની જાન વાજતે-ગાજતે રામજી મંદીરથી નીકળી બહુચર માતાજીના મંદીરે પહોંચી હતી. લગ્નગીતોના ગાન સાથે જાનનુ માંડવે આગમન થતાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પોંખીને સામૈયુ કરાયુ હતુ. ત્યારે ભગવાન શાલીગ્રામ અને માતા તુલસીની લગ્નવિધિ યોજાઇ હતી. જેમાં દિવ્યાબેન અને વિષ્ણુભાઇ પંચાલે કન્યાદાનનો લાભ લીધો હતો.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

આ પ્રસંગે મામેરૂ પણ ભરવામાં આવ્યુ હતુ. તુલસી વિવાહ મહોત્સવને સફળ બનાવવા રામજી મંદીરના ટ્રસ્ટીઓ, વેપારી મંડળ તેમજ યુવા કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code