ફસાયા@પાટણ: ભાજપના બે દિગ્ગજો પ્રચારમાં નહિ જવા મજબુર બન્યા

અટલ સમાચાર, ગિરીશ જોશી પાટણ લોકસભા બેઠક માટે ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. જોકે ભાજપના બે દિગ્ગજો પ્રચારમાં ભાગ લેવા સામે લાચાર હોવાનું સામે આવ્યું છે. એક આગેવાન ઝગડા બાદ ઈજાગ્રસ્ત હોવાથી જ્યારે બીજા સામે ગંભીર ફરિયાદ દાખલ થઈ હોવાથી બરોબરના અકળાયા છે. રાધનપુર વિસ્તારમાં પાટણ લોકસભા બેઠક માટે ચૂંટણી પ્રચાર કરે તે પહેલાં
 
ફસાયા@પાટણ: ભાજપના બે દિગ્ગજો પ્રચારમાં નહિ જવા મજબુર બન્યા

અટલ સમાચાર, ગિરીશ જોશી

પાટણ લોકસભા બેઠક માટે ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. જોકે ભાજપના બે દિગ્ગજો પ્રચારમાં ભાગ લેવા સામે લાચાર હોવાનું સામે આવ્યું છે. એક આગેવાન ઝગડા બાદ ઈજાગ્રસ્ત હોવાથી જ્યારે બીજા સામે ગંભીર ફરિયાદ દાખલ થઈ હોવાથી બરોબરના અકળાયા છે.

રાધનપુર વિસ્તારમાં પાટણ લોકસભા બેઠક માટે ચૂંટણી પ્રચાર કરે તે પહેલાં ભાજપના બે આગેવાનો ભરાઈ ગયા છે. પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ભરત આર્યને ચુંટણી ટાણે બબાલ થઇ છે. કેટલાક દિવસો અગાઉ સમી ભાજપના આગેવાનોએ ધોકા વડે મારી ઈજાગ્રસ્ત કર્યા છે. જેમાં ચારથી પાંચ ટાંકા આવ્યા છે.

જ્યારે રાધનપુર ગંજબજારના ચેરમેન અને ભાજપના આગેવાન અમથાભાઈ ચૌધરી ઉપર છેડતીની ફરિયાદ દાખલ થઈ છે. હજુ હમણાં જ કિશોરીને પરેશાન કર્યાંની FIR બાદ પોકસોની કલમ પણ લાગી છે. આવી સ્થિતિમાં જાહેરમાં આવવાનું ટાળી રહ્યા છે.

સુત્રોએ જણાવ્યું હતું કે, ભરત આર્ય રાધનપુર ભાજપના વાલી છે. જ્યારે અમથા ચૌધરી સ્થાનિક સહકારી આગેવાન અને ભાજપના આગેવાન છે. બંનેની રાજકીય હાલત ચૂંટણી ટાણે બગડી ગઈ છે. આથી કોંગ્રેસ મોજમાં આવી છે.