આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર

આગામી તા.૨૬ જાન્યુણઆરી-૨૦૧૯ના રોજ રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે કરવામાં આવશે. આ પ્રસંગે ઉજવણીના ભાગરૂપે તા.૭ જાન્યુાઆરીના રોજ શ્રમ દિવસ અને યુવા સ્વા્વલંબન દિવસ નિમિત્તે પાલનપુર ખાતે જીલ્લા વિકાસ અધિકારી બી. એ. શાહના અધ્યિક્ષસ્થાને જીલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો અને સ્વારોજગાર માર્ગદર્શન શિબિર યોજાઇ હતી. આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારીએ ઉમેદવારોને શુભેચ્છા‍ઓ પાઠવતાં જણાવ્યું કે આપણે જે કામ કરવાનું છે તે પુરા સમર્પણ ભાવ, નિષ્ઠાર અને મહેનતથી સરસ રીતે કરીએ તો તેનાથી આગળ વધવાની શ્રેષ્ઠ તક અને તે સાથે સરસ જોબ સેટીસ્ફેસકશન પણ મળે છે. તેમણે કહ્યું કે જેમ આપણા પરિવાર માટે આપણી જવાબદારીઓ હોય છે તેમ દેશ અને સમાજ માટે પણ આપણી ઘણી જવાબદારીઓ હોય છે. આવી તમામ જવાબદારીઓ પૂર્ણ કરવા તથા જીવનમાં પ્રગતિ કરવા અને સુખ-સમૃધ્ધિ મેળવવા નિષ્ઠા, મહેનત અને આવડતની જરૂર હોય છે. જીલ્લા વિકાસ અધિકારી શાહે કહ્યું કે ગુજરાતમાં સર્વાંગી વિકાસ સાથે ઔધોગીક વિકાસ પણ વિક્રમજનક રીતે થયો છે ત્યારે ઉમેદવારોને ઘરઆંગણે જ ઉજ્જવળ ભવિષ્ય નું નિર્માણ કરવાની સુવર્ણ તક મળે છે.

આ રોજગાર ભરતી મેળામાં રોજગાર વિનીમય કચેરી પાલનપુર ખાતે નોંધાયેલ બનાસકાંઠા જીલ્લા ના રોજગાર વાંચ્છુક ૩૦૦૦ ઉમેદવારોને કોલ લેટર મોકલવામાં આવ્યા હતા. જેમાં મહિલા ઉમેદવારોની સંખ્યા ૫૦૦ છે. તેમજ રોજગાર વિનીમય કચેરી ખાતે નોંધાયેલ એસ.એસ.સી./એચ.એસ.સી./ગ્રેજ્યુએટ/ડિપ્લો મા/આઇ.ટી.આઇ. પાસ ઉમેદવારોને કોલ લેટર મોકલવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કે. કે. ગોઠી હાઇસ્કુસલના અગ્રણી મૂળચંદભાઇ આંટીયા, તા. પંચાયતના ઉપપ્રમુખ શંકરભાઇ, સંસ્થાના પ્રમુખ રમેશભાઇ પટેલ, રોજગાર અધિકારી ગઢવી, લેબર અધિકારી ચિંતનભાઇ ભટ્ટ, નોડલ અધિકારી હિતેષભાઇ દામડીયા, રોજગાર અધિકારી ઉનાવા, ચિરાગભાઇ ચૌધરી સહીત સારી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code