મોઢેરાના સૂર્ય મંદિર તેમજ બહુચર માતાના મંદિરના વિકાસ કામોમાં ભષ્ટ્રાચારને લઇ મુખ્યમંત્રીને રજુઆત

અટલ સમાચાર,મહેસાણા બેચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી તપાસની માંગ કરી બેચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોરે તાજેતરની ઓડિયો કલીપને લઇ મહેસાણા જીલ્લાના યાત્રાધામોમાં ભષ્ટ્રાચારની રજુઆત કરી છે. મુખ્યમંત્રીને પત્ર લખી બેચરાજી અને મોઢેરાના વિકાસ કામોમાં ગેરરિતી અને વિલંબને લઇ જો કડક કાર્યવાહી નહી થાય તો ઉગ્ર આંદોલનની પણ ચિમકી ઉચ્ચારી છે. ધારાસભ્યે જણાવ્યું હતુ
 
મોઢેરાના સૂર્ય મંદિર તેમજ બહુચર માતાના મંદિરના વિકાસ કામોમાં ભષ્ટ્રાચારને લઇ મુખ્યમંત્રીને રજુઆત

અટલ સમાચાર,મહેસાણા

બેચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી તપાસની માંગ કરી

 

બેચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોરે તાજેતરની ઓડિયો કલીપને લઇ મહેસાણા જીલ્લાના યાત્રાધામોમાં ભષ્ટ્રાચારની રજુઆત કરી છે. મુખ્યમંત્રીને પત્ર લખી બેચરાજી અને મોઢેરાના વિકાસ કામોમાં ગેરરિતી અને વિલંબને લઇ જો કડક કાર્યવાહી નહી થાય તો ઉગ્ર આંદોલનની પણ ચિમકી ઉચ્ચારી છે.

ધારાસભ્યે જણાવ્યું હતુ કે, બેચરાજી મંદિર પરીસર અને અન્ય કામો માટે પાંચ કરોડની ગ્રાંટ કુલ ૭ કામો માટે ફાળવવામાં આવેલી છે. જેમાં (1) બહુચરાજી ટેમ્પલ માટે પાકિંગ વ્યવસ્થા (2) પંચવટીની બાજુમાં પાણી માટે ટ્યુબવેલ તથા અન્ય કામગીરી (3) બહુચરાજી મંદિરની પૂર્વદિશાના લાકડાનાં નવિન દરવાજાનું કામ (4) ખીજડીવાળી જગ્યાના વિકાસનું કામ (5) નર્મદાના પાણીના સોર્સથી બાંધલીયા તળાવ તથા માનસરોવર સુધી પાણીનીલાઇન (6) વલ્લભ ભટ્ટની વાવના વિકાસની કામગીરી અને (7) મંદિરના પૂર્વાભિમુખ દરવાજાથી બસ સ્ટેડ સુધી રોડનું કામ.

આ બાબતે છેલ્લા બે વર્ષથી પણ વધારે સમય થયો હોવા છતા કામોમાં વિલંબ થઈ રહ્યો છે. જે અંગે સવાલો ઉઠાવી પ્રવાસન નિગમ ભષ્ટ્રાચાર આચરવા કે મળતિયાઓને કામ આપવા જાણી જોઇને તો વિલંબ નથી કરતી ને ? ગુજરાતમાં પ્રવાસન નિગમ દ્વારા ભષ્ટાચાર અને ગેરરિતીના જે સમાચારો આવી રહ્યા હોઇ બેચરાજી વિસ્તારના કામો ને લઈ ચિંતિત હોવાનું ધારાસભ્યે ઉમેર્યું હતુ. જે અંગે સંબંધિત અધિકારી અને પદાધિકારીને સુચનાઓ આપવા માંગ કરવામાં આવી છે. આ સાથે થોડા સમય પહેલા મુખ્ય મંદિરના શીખરની 5 ફુટની ઉંચાઈ વધારવાની કાર્યવાહી પૂર્ણ થઇ ગઈ હોવા છતા આ બાબતે કોઈ પ્રગતિ આવી નથી. મોઢેરા ખાતે આવેલ સુર્યમંદિરને હેરીટેઝ સર્કિટના વિકાસ માટે જે રકમ ફાળવવામાં આવી તેમાં પણ વ્યાપક પ્રમાણમાં ભષ્ટાચાર થયાની આશંકાઓ રહેલી છે.