ભરૂચઃ વધુ વરસાદથી પૂરની ચેતવણી, NDRFની 2 ટીમ તૈનાત કરાઇ

અટલ સમાચાર, ડેસ્ક હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની સપાટી વધતા ભરૂચ માટે ખતરાની સ્થિતિ ઉભી થઈ છે. કારણ કે ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી ભરૂચની સ્થિતિ મુશ્કેલ બની
 
ભરૂચઃ વધુ વરસાદથી પૂરની ચેતવણી, NDRFની 2 ટીમ તૈનાત કરાઇ

અટલ સમાચાર, ડેસ્ક

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની સપાટી વધતા ભરૂચ માટે ખતરાની સ્થિતિ ઉભી થઈ છે. કારણ કે ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી ભરૂચની સ્થિતિ મુશ્કેલ બની શકે છે. તંત્રએ ભરૂચની સ્થિતિને જોતા વધુ એક એનડીઆરએફની ટીમ રવાના કરી છે. કુલ બે એનડીઆરએફની ટીમ ભરૂચ જિલ્લામાં રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સરદાર સરોવર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે કેન્દ્રીય જળ આયોગે ભરુચમાં પૂરની ચેતવણી આપી છે. જેના પગલે જિલ્લામાં એનડીઆરએફની બે ટીમ તૈનાત રહેશે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદાનું જળસ્તર સતત વધી રહ્યું છે. નર્મદાનું જળસ્તર 27 ફુટની સપાટીએ પહોંચ્યું છે. કાંઠા વિસ્તારમાં ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને કારણે કોઈ મુશ્કેલી ન પડે તે માટે એનડીઆરએફની 13 ટીમ તૈનાત કરવામાં આવી છે. વ઼ડોદરાના જરોદ સ્થિત આવેલા એનડીઆરએફ હેડ ક્વાર્ટરથી રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં ટીમ મોકલવામાં આવી છે. જેમાં ભરૂચ, સુરત, દેવભૂમિ દ્વારકા, ભુજ, નવસારી, ગીર સોમનાથ, મોરબી, દાહોદ અને ગાંધીનગરમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.

રાજ્યમાં વરસાદને પગલે અનેક રસ્તાઓ બંધ થયા છે. સરકારની માહિતી પ્રમાણે રાજ્યમાં કુલ 149 રસ્તાઓ બંધ કરવામાં આવી છે. કચ્છમાં એક નેશનલ હાઈવે પણ બંધ કરવામાં આવ્યો છે. તો રાજ્યના 21 હાઈવે પણ બંધ છે. કચ્છમાં આ વર્ષે સીઝનનો 238 ટકા વરસાદ થયો છે. તો અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે.